Not Set/ ગુજરાતમાંથી વધુ 3 ચહેરાને મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાન

ગુજરાતમાંથી વધુ 3 ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, જેમાં સુરતના સાંસદ દર્શના જરદોશ કેન્દ્રીય મંત્રી બની શકે છે.

Top Stories Gujarat
mantri mandal vistran ગુજરાતમાંથી વધુ 3 ચહેરાને મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાન
  • સુરતના સાંસદ દર્શના જરદોશ બની શકે છે કેન્દ્રીય મંત્રી
  • ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને પણ મળી શકે તક
  • સુરેન્દ્રનગરના સાંસદ મુંજપરાનો લાગી શકે છે ચાન્સ
  • રૂપાલા અને માંડવિયાને મળી શકે છે પ્રમોશન
  • બંનેને મળી શકે છે કેબિનેટ મંત્રીનો દરજ્જો

કેન્દ્રીય મંત્રીમંડળનું આજે વિસ્તરણ થવા જઈ રહ્યું છે. આજે સાંજે 6 વાગ્યે નવા મંત્રીઓની શપથ ગ્રહણ સમારોહ યોજવા જઈ રહ્યો છે. ત્યારે નવા મંત્રી મંડળમાં ઘણા મોટા ફેરફારો થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા બદલાવ પછી આ સૌથી યુવા મંત્રીમંડળ હોઈ શકે છે. મળતી માહિતી અનુસાર, 43 નેતાઓ શપથ લેશે.

નવા વિસ્તરણમાં બે ડઝન ઓબીસી (અન્ય પછાત વર્ગો) પ્રધાનોનો સમાવેશ કરી શકાય છે. મોદીના મંત્રીઓની યાદીમાં ભાજપના નેતાઓ સર્વાનંદ સોનોવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને નારાયણ રાણેનો સમાવેશ થવાની સંભાવના છે. હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં 53 પ્રધાનો છે, સંભવ છે કે નવા વિસ્તરણ પછી તેની સંખ્યા વધીને 81 થઈ શકે છે.

ત્યારે ગુજરાત માટે પણ ગર્વની વાત છે. ગુજરાતમાંથી વધુ ત્રણ નેતાને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. ગુજરાતમાંથી વધુ 3 ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, જેમાં સુરતના સાંસદ દર્શના જરદોશ કેન્દ્રીય મંત્રી બની શકે છે. તો સાથે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાને નવા મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.

સંભવિતો સાથેની બેઠકમાં બંનેની હાજરી નજરે આવી હતી. નરેન્દ્ર મોદીએ બપોરે બેઠક બોલાવી હતી. જેમ બંને નેતાઓ હાજર રહ્યા હતા. જો કે હાલમાં દેવુસિંહ અને દર્શનાબેનના મોબાઇલ સ્વિચઓફ આવી રહ્યા છે. ગુજરાતના વધુ 3 ચહેરાને સ્થાન મળવાનું પાક્કું  જણાઈ રહ્યું છે. જયારે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને નવા મંત્રી મંડળમાં પ્રમોશન મળી શકે છે. બંનેને કેબિનેટ મંત્રીનો દરજ્જો મી શકે છે.