Not Set/ દિલીપકુમારે કારગીલ મામલે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાજ શરીફને શરાફતનો પાઠ ભણાવ્યો હતો

પાકિસ્તાને દિલીપ સાહેબને નિશાન-એ-ઇમ્તિયાઝ આપવાનો નિર્ણય કર્યો ત્યારે ભારતના કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. લોકોએ આ માટે દિલીપકુમારની ટીકા પણ કરી હતી. પરંતુ તે પછી દિલીપ કુમારે ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પાસેથી સલાહ લીધી કે તેમને આ સન્માન લેવું જોઈએ કે નહીં?

Entertainment
atal bihari દિલીપકુમારે કારગીલ મામલે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાજ શરીફને શરાફતનો પાઠ ભણાવ્યો હતો

બોલિવૂડના દિગ્ગજ દિલીપ કુમારનું 98 વર્ષની વયે અવસાન થયું. દિલીપકુમારના મોત પર બોલિવૂડ સહિત રાજકીય હસ્તીઓએ પણ શોક વ્યક્ત કર્યો છે. દિલીપકુમાર એક સમયે ખુલ્લેઆમ કોંગ્રેસના સમર્થક હતા, પરંતુ એવું નથી કે વિપક્ષના નેતાઓ પણ તેમનું સન્માન કરતાં હતાં બાલ ઠાકરેથી લઈને અટલ બિહારી વાજપેયી સુધી, દરેક દિલીપકુમારને ખૂબ ચાહતા હતા અને માન આપતાં હતાં

દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 માં અવિભાજિત ભારતના પેશાવરમાં થયો હતો. જે હાલ પાકિસ્તાનમાં છે દિલીપકુમારનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. દિલીપકુમારના ચાહકો ફક્ત ભારત જ નહીં, પરંતુ પાકિસ્તાનમાં પણ  છે. જોકે દિલીપકુમારે કદી પાકિસ્તાનનો પક્ષ લીધો ન હતો. હિદુસ્તાન તેમના દિલમાં વસતું હતું, પાકિસ્તાને તેમને  સન્માન નિશાન-એ-ઇમ્તિયાઝ આપ્યું  હતું તે છંતા પણ એકવાર દિલીપ કુમારે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને ફોન પર ખખડાવી નાંખ્યા હતાં

ભારતના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પણ દિલીપકુમારના પ્રશંસક હતા. જ્યારે પાકિસ્તાને દિલીપ સાહેબને નિશાન-એ-ઇમ્તિયાઝ આપવાનો નિર્ણય કર્યો ત્યારે ભારતના કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. લોકોએ આ માટે દિલીપકુમારની ટીકા પણ કરી હતી. પરંતુ તે પછી દિલીપ કુમારે ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પાસેથી સલાહ લીધી કે તેમને આ સન્માન લેવું જોઈએ કે નહીં? તેના જવાબમાં વાજપેયીએ કહ્યું કે આ સન્માન લેવું જ જોઇએ કારણ કે દિલીપકુમાર એક કલાકાર છે અને એક કલાકાર માટે, કોઈપણ દેશની સરહદ અને રાજકારણમાં ફરક નથી પડતો.

દિલીપકુમાર પાકિસ્તાનના વતની હોવા છતાં, તે હંમેશાં ભારતનો પક્ષ લેતા હતા  તત્કાલીન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા જ્યારે કારગિલમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી, ત્યારે દિલીપકુમાર આને લઈને ખૂબ ગુસ્સે થયા હતા. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન ખુરશીદ અહેમદ કસૂરીએ પોતાની પુસ્તકમાં જણાવ્યું હતું કે જ્યારે અટલ બિહારી વાજપેયી ઘૂસણખોરીના સમાચાર પર પાક વડા પ્રધાન નવાઝ શરીફ સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે તેમણે અચાનક દિલીપ સાહેબનો ફોન આપ્યો હતો . દિલીપકુમારે તે જ સમયે નવાઝ શરીફને ગુસ્સામાં ઠપકો આપ્યો અને કહ્યું, ‘તમે હંમેશાં શાંતિના મોટા સમર્થક હોવાનો દાવો કર્યો છે, તેથી અમે તમારી પાસેથી યુદ્ધની અપેક્ષા રાખતા નથી. તનાવના સમયમાં ભારતમાં મુસ્લિમો અસુરક્ષિત બની જાય છે, તેથી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે કૃપા કરીને કંઈક કરો. દિલીપકુમારની આ નિંદા પર નવાઝ શરીફ પણ ગંભીર બન્યા હતા.