Indian Idol 12/ રામનવમી સ્પેશિયલ Indian Idol માં બાબા રામદેવે મચાવ્યો ધમાલ, જય ભાનુશાળીને ઉચકી લીધો

ઇન્ડિયન આઇડલની દરેક સિઝન હમેશા લોકોની ચર્ચાનું કેન્દ્ર રહે છે. આ વખતે પણ લોકોના જીવનને તેના દરેક એપિસોડની વિશેષતાઓ ચર્ચાઈ રહી છે. ગઈકાલે શનિવારે રામ નવમીના તહેવાર નિમિત્તે ખાસ એપિસોડનું પ્રસારણ કરવામાં

Trending Entertainment
ramnavmi special indian idol રામનવમી સ્પેશિયલ Indian Idol માં બાબા રામદેવે મચાવ્યો ધમાલ, જય ભાનુશાળીને ઉચકી લીધો

Indian Idolની દરેક સિઝન હમેશા લોકોની ચર્ચાનું કેન્દ્ર રહે છે. આ વખતે પણ લોકોના જીવનને તેના દરેક એપિસોડની વિશેષતાઓ ચર્ચાઈ રહી છે. ગઈકાલે શનિવારે રામ નવમીના તહેવાર નિમિત્તે ખાસ એપિસોડનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં યોગગુરુ બાબા રામદેવ ઉપસ્થિત રહ્યા હતા. અને જેમા બાબાની હાજરીથી શોખ ધમાકેદાર રહ્યો હતો.જેમાં સંગીતમય શૈલીમાં રામાયણનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે જેના કારણે આખું વાતાવરણ ગાયકોના મીઠા સૂરોથી ભક્તિમય બની ગયું હતું. આજે બીજા દિવસે પણ આ શો નો બીજો ભાગ પ્રસારિત થવા જઇ રહ્યો છે ત્યારે ઇન્ડિયન આઇડલના દર્શકો ફરીથી ટેલિવિઝન સામે ગોઠવાઈ જશે.sony tv ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરી અને લખ્યું છે કે ‘યોગ ગુરુ સ્વામી રામદેવ બાબા સાથે રામ નવમી સ્પેશ્યલનો માહોલ કંઈક અલગ જ.’

Indian Idol 12: Baba Ramdev lifts a cylinder on the sets of Indian Idol | Socially Keeda

ગઈકાલે પ્રસારિત થયેલા એપિસોડની ખાસ ધ્યાન ખેંચનારી ક્ષણો એ રહી હતી કે જેમા બાબા રામદેવ જય ભાનુશાળીને પોતાના હાથેથી ઊંચકી લે છે, અને છેલ્લે પછાડે છે. આ ઉપરાંત બાબા રામદેવ  માત્ર એક હાથે ગેસ સિલિન્ડર ઉઠાવતા પણ નજરે પડ્યા હતા. ત્યારબાદ જય એ બાબા રામદેવના ચરણ સ્પર્શ કર્યા હતા.

Indian Idol 12: Swami Ramdev graces Ram Navami special episode, recalls taking sanyaas 27 years ago | Tv News – India TV

આ ઉપરાંત આ શોમાં બાબા રામદેવે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા બધા ખુલાસા પણ કર્યા હતા. ખાસ કરીને બાબા રામદેવે જણાવ્યું હતું કે આજે હું 27 વર્ષનો થયો, ઘણા લોકો કહે છે કે બાબા 54 વર્ષના છે, તો આ બા શું બોલી રહ્યા છે ? તો આજે આપની સમક્ષ હું જણાવું છું કે 27 વર્ષ પહેલા રામનવમીના દિવસે તમે મારા જીવનમાં જાહોજલાલી છોડી અને સાદગીપૂર્ણ જીવન જીવવાનો પ્રારંભ કર્યો હતો.

Untitled 216 રામનવમી સ્પેશિયલ Indian Idol માં બાબા રામદેવે મચાવ્યો ધમાલ, જય ભાનુશાળીને ઉચકી લીધો