કિન્નર/ વ્યંઢળોએ પહેરી ખાખી, આ રાજ્યએ ટ્રાંસજેન્ડરોને પોલીસ વિભાગમાં ભરતીની કરી પહેલ

વ્યંઢળોએ પહેરી ખાખી, આ રાજ્યએ ટ્રાંસજેન્ડરોને પોલીસ વિભાગમાં ભરતીની કરી પહેલ

India Trending
corona 2 વ્યંઢળોએ પહેરી ખાખી, આ રાજ્યએ ટ્રાંસજેન્ડરોને પોલીસ વિભાગમાં ભરતીની કરી પહેલ

સમય સાથે સમાજમાં ઘણા પરિવર્તન આવે છે. આવું જ એક ઉદાહરણ છે વ્યંઢળોમાં આવેલું મોટું પરિવર્તન. હવે વ્યંઢળ એટલે કે ટ્રાંસજેન્ડરો અગાઉની માફક માત્ર તાલી પાડી નાચગાન કરી પૈસા ઉઘરાવવા પૂરતા સીમિત નથી રહ્યા. આજે ટ્રાંસજેન્ડરો સમાજ માં પોતાનીએક આગવી ઓળખ ઉભી કરવા પ્રયત્નશીલ છે. અને મહદઅંશે તેમને સફળતા પણ મળી છે. હાલમાં જ આપણે સુરતમાં આવેલ એક ટ્રાંસજેન્ડર જે ફરસાણની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેને વિષે જાણ્યું હતું. તો આજે આટ્રાંસજેન્ડરોને જરૂર છે સમાજના સહયોગ અને હુંફ ની. જો તેમને મળે તો તેમના જીવનમાં પણ આમુલ પરિવર્તન આવી શકે છે.

corona 3 વ્યંઢળોએ પહેરી ખાખી, આ રાજ્યએ ટ્રાંસજેન્ડરોને પોલીસ વિભાગમાં ભરતીની કરી પહેલ

આ ટ્રાંસજેન્ડરોના વિષયમાં દેશના પછાત ગણાતા રાજ્ય છતીસગઢ એ પહેલ કરી છે. અને સરકારી નોકરીમાં તેમને પ્રવેશ આપ્યો છે. છત્તીસગઢ પોલીસ ભરતીમાં પ્રથમ વખત 13 કિન્નર પોલીસ કોન્સ્ટેબલોણે ભરતી કરવામાં આવ્યા છે. આ માટે ત્રીજા જાતિના ભાગ લેનારાઓના નામ બહાર પાડવામાં આવ્યા છે. સોમવારે રાજ્યભરમાંથી 2 હજાર 259 પદોની પસંદગી કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે છત્તીસગ એ દેશનું એવું પહેલું રાજ્ય છે જ્યાં પોલીસમાં આટલી મોટી સંખ્યામાં ટ્રાંસજેન્ડરોનો પોલીસ વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમાંથી બે વ્યંઢળને પ્રથમ પ્રતીક્ષા સૂચિમાં મૂકવામાં આવ્યા હતા. છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બધેલએ તેમને ટ્વિટર પર અભિનંદન આપતા કહ્યું કે, રાયપુર રેંજ પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આ પરીક્ષામાં પોલીસ કોન્સ્ટેબલ પદ માટે ત્રીજા જાતિ સમુદાયના 13 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે અને બે ઉમેદવારો વેન્ટીંગ લિસ્ટમાં છે. આ સિધ્ધિ માટે બધા પસંદ કરેલા ઉમેદવારોને અભિનંદન અને ઘણી શુભકામનાઓ. “

 

પોલીસ મહાનિર્દેશક ડી.એમ. અવસ્થીએ પણ સૌને અભિનંદન પાઠવ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે છત્તીસગ એવું પહેલું રાજ્ય છે જ્યાં આ સંખ્યામાં ત્રીજા જાતિના લોકોની નિમણૂક કરવામાં આવી છે.

પસંદ કરેલી 25 વર્ષીય નૈના સોરી કહે છે કે તેના માટે શેરીઓમાં ચાલવું, ભીખ માંગવી વિગેરે બહુ જ મુશ્કેલ ભર્યું હતું. તે કહે છે, મેં જીવનમાં કંઈક સારું કરવાનું સપનું જોયું હતું, પરંતુ હંમેશાં એવું અનુભવટી હતી કે હું તેના માટે લાયક નથી. મેં ઉચ્ચતર માધ્યમિક સુધીનો અભ્યાસ કર્યો છે પરંતુ ક્યારેય કોઈ પણ પ્રકારની નોકરી મેળવી શકી નથી. મને ક્યાંય કોઈએ સ્વીકાર કર્યો નાં હતો. કારણ માત્ર મારી ત્રીજી જાતી. લોકો મારી સાથે એવી રીતે વર્તે છે જેમ કે હું બીજા કોઈ ગ્રહમાંથી આવી હોઉં.

Budget / પ્રવાસન ક્ષેત્ર માટે 488 કરોડ, તો યાત્રાધામ માટે 154 કરોડની જોગવાઈ

છત્તીસગઢમાં પસંદગી પામેલા ત્રીજા જાતિના સ્પર્ધકોમાં દીપિકા યાદવ, નીશુ ક્ષત્રિય, શિવાન્યા પટેલ, નૈના સોરી, સોનિયા જાંઘેલ, કૃષિ તાંડી અને સબરી યાદવ, સુનિલ અને રૂચિ યાદવ, બિલાસપુરના કોમલ સાહુ, અંબિકાપુરના અક્ષરા, રાજનાંદગાવ જિલ્લા કામતા, નેહા અને ડોલી. નોંધનીય છે કે જાહેર થયેલા પરિણામોમાં, પુરૂષ ભાગ લેનારાઓની સંખ્યા 1736 છે, 289 મહિલા સ્પર્ધકો પસંદ કરવામાં આવી છે અને 13 પસંદ કરેલ ટ્રાન્સજેન્ડર્સની સંખ્યા છે.

Covid-19 / શું રાજકીય નેતાઓ કે પાર્ટીઓ પાસે કોઈ જાદુઈ છડી છે કે, તેઓ મનફાવે ત્યારે કોરોનાને કંટ્રોલ કરી શકે છે?