Not Set/ Congress દ્વારા ગુજરાત સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લવાઈ

અમદાવાદ: ગુજરાતના ખેડૂતોના દેવામાફી, મગફળી કાંડ સહિતના મુદ્દે ભાજપ સરકાર સામે Congress દ્વારા અવિશ્વાસની દરખાસ્ત વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું બે દિવસનું સત્ર આગામી તા. 18 અને 19 ના રોજ મળી રહ્યું છે ત્યારે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષના ઉપનેતા શૈલેશ પરમાર દ્વારા સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત કરતી અરજી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી […]

Ahmedabad Top Stories Gujarat Trending Politics
No-confidence motion against Gujarat Government by Congress

અમદાવાદ: ગુજરાતના ખેડૂતોના દેવામાફી, મગફળી કાંડ સહિતના મુદ્દે ભાજપ સરકાર સામે Congress દ્વારા અવિશ્વાસની દરખાસ્ત વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાનું બે દિવસનું સત્ર આગામી તા. 18 અને 19 ના રોજ મળી રહ્યું છે ત્યારે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષના ઉપનેતા શૈલેશ પરમાર દ્વારા સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત કરતી અરજી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાના ગત બજેટ સત્રના પ્રારંભમાં જ વિધાનસભાના અધ્યક્ષ સામે કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. જેના કારણે ભારે ચકચાર મચી હતી. જોકે આગામી સપ્તાહમાં વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર મળવાનું છે.

આ સંજોગોમાં કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેશ પરમાર દ્વારા રાજ્ય સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે. શૈલેશ પરમારે આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.

આ અંગે શૈલેશ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતોના દેવામાફી કરવાના મુદ્દે, મગફળી કાંડ અંગે સરકાર નિષ્ફળ રહી છે. જે અંગે આજે સરકાર સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે. આ મુદ્દે ઓછામાં ઓછા ત્રણ દિવસમાં અને વધુમાં વધુ પાંચ દિવસમાં ગૃહમાં ચર્ચા માટે દરખાસ્ત લાવવાની રહે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સભ્યોએ પૂછેલા પ્રશ્નોના યોગ્ય જવાબ આપવામાં આવતા નથી. લોકોના પ્રશ્નોને ગૃહમાં વાચા આપવા માટે વિપક્ષના સભ્યોને તક આપવામાં આવતી નથી. આ ઉપરાંત રાજ્યમાં સરકાર દ્વારા ખેડૂતોને લગતાં પાકવીમો, નર્મદાનું પાણી, ખાતર, ખેત ઉત્પાદન માટે મિનીમમ સપોર્ટ પ્રાઈઝ સહિતના પ્રશ્નો અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ તેમને સાંભળવામાં આવતા નથી.

આ વિવિધ મુદ્દાઓને લઈને આજે મેં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને નિયમ ૧૦૬ હેઠળ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત કરતી અરજી રજૂ કરવામાં આવી છે. જે અંગે આગામી તા. ૧૮મીથી શરુ થતાં બે દિવસના ટૂંકા સત્રમાં ગૃહમાં લાવવામાં આવશે.