સંબંધો/ રોમાન્સ કરતી વખતે પત્નીના મોઢામાંથી નીકળ્યું ‘દિયર’નું નામ, પછી થઈ જોવા જેવી….

એક મહિલા તેના બાળકના જન્મદિવસ પર ‘જોકર’ તરીકે સજ્જ પુરુષ સાથે રોમાન્સ કરી રહી હતી.

World Trending

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ખુબ જ ખાસ વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાત અથવા છેતરપિંડીનો શિકાર બને છે, ત્યારે તે તૂટી જાય છે. તેના મનમાં જીવનભર તે વ્યક્તિ માટે નફરત રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો ઓસ્ટ્રેલિયામાં સામે આવ્યો છે. એક મહિલા તેના બાળકના જન્મદિવસ પર ‘જોકર’ તરીકે સજ્જ પુરુષ સાથે રોમાન્સ કરી રહી હતી. તે અજાણ હતી કે જે વ્યક્તિ જોકર બન્યો હતો, તે મહિલાનો જ પતિ હતો. રોમાન્સ કરતી વખતે મહિલાના મોઢામાંથી તેના દિયરનું નામ નીકળી ગયું હતું. ભાઈનું નામ સાંભળીને પતિના હોશ ઉડી ગયા. આખા ઘરમાં હોબાળો શરૂ થયો. આખરે બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, જેકે ઓસ્ટ્રેલિયન હોસ્ટ કેરી અને ટોમીના રેડિયો શોમાં તેના અંગત જીવન વિશે ખુલાસો કર્યો હતો. તેમના શબ્દોએ પ્રેક્ષકો અને મહેમાનોને ચોંકાવી દીધા હતાં.

જોકરના ડ્રેસમાં ખુલ્યા રહસ્યો

જેકે કહ્યું કે, તે તેના જન્મદિવસ પર બાળકનું મનોરંજન કરવા માટે જોકર બનવા સંમત થયો હતો. શરૂઆતમાં તેનો ભાઈ જોકર બનવાનો હતો, પરંતુ છેલ્લી ક્ષણે તેણે બીમારીનું બહાનું કરીને જોકરનો પોશાક પહેરવાની ના પાડી. જેક સાથે તેની પત્ની પણ ત્યાં હાજર હતી. મહિલાને શું ખબર ન હતી કે તેના દિયરે જોકર બનવાની ના પાડી દીધી હતી. જ્યારે મહેમાનો ખાવા-પીવામાં વ્યસ્ત હતા, ત્યારે પત્નીએ જોકરને એકલો જોતાં તેને સ્પર્શ કરવાનું શરૂ કર્યું. તે વિચારતી હતી કે જોકરમાં વ્યક્તિ તેનો દિયરે છે.

જેકે વધુમાં કહ્યું કે, “તે મારી પાસે આવી અને મને સ્પર્શ કરવા લાગી અને મારા ભાઈનું નામ લેવાનું શરૂ કર્યું અને જ્યારે મેં ફેસ માસ્ક ઉતાર્યો ત્યારે તેમની પોલ છતી થઈ હતી”

પત્ની અને દિયરે તેમના સંબંધોની કબૂલાત કરી

જેકે કહ્યું કે, આ કૃત્યથી તેની પત્ની અને ભાઈ વચ્ચેના ગેરકાયદે સંબંધોનો પર્દાફાશ થયો અને પાર્ટી દરમિયાન સમગ્ર સત્ય બહાર આવ્યું. જ્યારે પત્નીને સત્ય ખબર પડી ત્યારે તેમની પાસે તેના ગેરકાયદેસર સંબંધની કબૂલાત કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જેકના ભાઈએ પણ કબૂલ્યું હતું કે તેઓનું અફેર હતું. જેક જણાવે છે કે તે આખા અફેરની કબૂલાત કરતા પહેલા કેવી રીતે તેની પત્નીને છોડીને પાર્ટીમાંથી બહાર નીકળી ગયો હતો.

આ પણ વાંચો: Canada-India Row/ મહિન્દ્રાએ કેનેડાનો છોડ્યો સાથે, શેર બજારમાં મચ્યો ખળભળાટ

આ પણ વાંચો: Jeddah Tower/ સાઉદી બનાવી રહ્યું છે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ, એક કિમીની હશે ઊંચાઈ

આ પણ વાંચો: Health Ministry/ ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ અમેરિકા,ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં કરી શકશે પ્રેક્ટિસ