Health Ministry/ ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ અમેરિકા,ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં કરી શકશે પ્રેક્ટિસ

ભારતના નેશનલ મેડિકલ કમિશન (NMC)એ 10 વર્ષ માટે વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME) માન્યતા દરજ્જો આપવામાં આવી રહ્યો છે.

India Education Trending
Mantavyanews 1 14 ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ અમેરિકા,ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં કરી શકશે પ્રેક્ટિસ

ભારતના નેશનલ મેડિકલ કમિશન (NMC)એ 10 વર્ષ માટે વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME) માન્યતા દરજ્જો આપવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદ હવે ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં પ્રેક્ટિસ કરી શકશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની એક પ્રેસ રિલીઝ અનુસાર, વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન માન્યતા ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ માટે યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા અન્ય દેશોમાં માસ્ટર્સ તાલીમ અને પ્રેક્ટિસ કરવા માટેના માર્ગો ખોલશે. આ માન્યતા હેઠળ, હાલની તમામ 706 મેડિકલ કોલેજોએ WFME માન્યતા પ્રાપ્ત કરી છે અને આગામી 10 વર્ષમાં સ્થાપિત થનારી નવી મેડિકલ કોલેજોને આપોઆપ WFME માન્યતા પ્રાપ્ત થશે.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ કરવાની તક મળશે

આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે માન્ય ધોરણોને કારણે ભારતમાં અભ્યાસ કરવાની તક પૂરી પાડશે. વધુમાં નેશનલ મેડિકલ કમિશનને ભારતમાં તબીબી શિક્ષણની ગુણવત્તા અને ધોરણોને વિશ્વની શ્રેષ્ઠ ગુણવત્તા સાથે સંરેખિત કરીને તેને વધારવાનો વિશેષાધિકાર મળશે.

ભારતીય મેડિકલ કોલેજો અને વ્યાવસાયિકોની પ્રતિષ્ઠા વધશે

આ માન્યતા ભારતીય મેડિકલ કોલેજો અને વ્યાવસાયિકોની આંતરરાષ્ટ્રીય માન્યતા અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. કોલેજો શૈક્ષણિક સહયોગ અને વિનિમયની સુવિધા આપશે અને તબીબી શિક્ષણમાં સતત સુધારણા અને નવીનતાને પ્રોત્સાહન આપશે. તબીબી શિક્ષકો અને સંસ્થાઓમાં ગુણવત્તા ખાતરીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવશે.

વર્લ્ડ ફેડરેશન મેડિકલ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે કામ કરે છે

વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન એક વૈશ્વિક સંસ્થા છે જે સમગ્ર વિશ્વમાં મેડિકલ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે કામ કરે છે. WFMEનું મિશન સમગ્ર માનવજાત માટે વધુ સારી આરોગ્ય સંભાળ માટે પ્રયત્ન કરવાનું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, WFMEનો પ્રથમ ઉદ્દેશ્ય મેડિકલ શિક્ષણમાં સર્વોચ્ચ વૈજ્ઞાનિક અને નૈતિક ધોરણોને પ્રોત્સાહન આપીને વિશ્વભરમાં મેડિલક શિક્ષણની ગુણવત્તાને વધારવાનો છે.

આ પણ વાંચો: Sanatan Dharm/ સંત સંમેલનમાં એક જ અવાજઃ સનાતન પર પ્રહાર સાંખી નહી લેવાય

આ પણ વાંચો: NIA/ બબ્બર ખાલસા વિરૂદ્ધ NIAની કાર્યવાહી, આ પાંચ આતંકીઓ પર ઈનામ જાહેર

આ પણ વાંચો: Canada India Tensions/ કેનેડાએ ભારતમાંથી પોતાના રાજદ્વારીઓને પરત બોલાવ્યા