Not Set/ સિદ્ધુને વધુ એકવાર યાદ આવ્યો પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું, “આ બાબતે પાક. છે ભારત કરતા…

કસૌલી, પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાનની શપથવિધિમાં શામેલ થઈ પાકિસ્તાન અંગે પ્રેમ જતાવનાર કોંગ્રેસ નેતા અને પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુને વધુ એકવાર નાપાક પાકિસ્તાનની યાદ આવી છે. હિમાચલ પ્રદેશના કસૌલીમાં ચાલી રહેલા લિટરેચર ફ્રેસ્ટિવલ દરમિયાન સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ જોવા મળ્યો છે, “જ્યાં આ ફ્રેસ્ટિવલના પ્રથમ સત્રમાં તેઓએ પાકિસ્તાનની પોતાની યાત્રાને દક્ષિણ ભારતની યાત્રા […]

Top Stories India Trending
Navjot Singh Sidhu pti1 સિદ્ધુને વધુ એકવાર યાદ આવ્યો પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું, "આ બાબતે પાક. છે ભારત કરતા...

કસૌલી,

પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાનની શપથવિધિમાં શામેલ થઈ પાકિસ્તાન અંગે પ્રેમ જતાવનાર કોંગ્રેસ નેતા અને પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુને વધુ એકવાર નાપાક પાકિસ્તાનની યાદ આવી છે.

હિમાચલ પ્રદેશના કસૌલીમાં ચાલી રહેલા લિટરેચર ફ્રેસ્ટિવલ દરમિયાન સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ જોવા મળ્યો છે, “જ્યાં આ ફ્રેસ્ટિવલના પ્રથમ સત્રમાં તેઓએ પાકિસ્તાનની પોતાની યાત્રાને દક્ષિણ ભારતની યાત્રા કરતા વધુ સારી બતાવી છે”.

પાકિસ્તાનની યાત્રા દક્ષિણ ભારત કરતા છે સારી

hindustan crossing pakistan pakistan minister swearing ceremony 3785d89e a22b 11e8 9345 8d51f8ed9678 સિદ્ધુને વધુ એકવાર યાદ આવ્યો પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું, "આ બાબતે પાક. છે ભારત કરતા...
national-punjab-cabinet-minister-navjot-singh-sidhu-praises-pakistan-kasauli-literature-festival-himachal-pradesh

પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, “પાકિસ્તાનમાં કોઈ પણ જગ્યાએ યાત્રા કરી લો, ત્યાં ન તો કોઈ ભાષા બદલાઈ છે કે, ન કોઈ જમવાનું તેમજ ન કે કોઈ લોકો. પરંતુ જયારે દક્ષિણ ભારતની યાત્રા કરીએ છીએ ત્યારે ભાષાથી લઈ ખાણીપીણી સહિત ઘણું બદલાઈ જતું હોય છે.

તેઓએ વધુમાં કહ્યું, “તમારે દક્ષિણ ભારતમાં રહેવા માટે અંગ્રેજી તેમજ તેલુગુ શીખવી પડશે, પરંતુ પાકિસ્તાનમાં યાત્રા માટે આ કઈ જ જરૂરી નથી.

ઇમરાન ખાનની શપથવિધિમાં શામેલ થયા બાદ ઉભો થયો હતો વિવાદ

મહત્વનું છે કે, આ પહેલા પાકિસ્તાનના નવા પીએમ ઇમરાન ખાનની શપથવિધિ સમારોહમાં શામેલ થયેલા પંજાબ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુની પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાના  ગળે મળતા જોવા મળ્યા હતા.

નવજોતસિંહ સિદ્ધુએ આ અંગે જણાવતા કહ્યું, જયારે કોઈ તમારી પાસે (પાકિસ્તાન આર્મી ચીફ) આવે તમને કહે કે, “અમારી સંસ્કૃતિ એક છે અને અમે ગુરુનાનક દેવજીના ૫૫૦માં પ્રકાશપર્વ પર કરતારપૂર બોર્ડર ખોલી દઈશું, તો હું શું કહેતો ?

navjot siddu સિદ્ધુને વધુ એકવાર યાદ આવ્યો પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું, "આ બાબતે પાક. છે ભારત કરતા...
national-punjab-cabinet-minister-navjot-singh-sidhu-praises-pakistan-kasauli-literature-festival-himachal-pradesh

આ ઉપરાંત શપથવિધિ સમારોહ દરમિયાન POKના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બાજુમાં સિદ્ધુના બેસવા અંગે પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો, ત્યારે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા સિદ્ધુએ કહ્યું, “ક્યારે તમને કોઈ મહેમાનના સ્વરૂપમાં આમંત્રિત કરવમાં આવે, ત્યારે તમે ત્યાં જ બેસી શકશો જ્યાં તમારા માટે સીટની વ્યવસ્થા કરવામાં આવી છે . હું શપથવિધિમાં હું અન્ય સીટ પર બેઠો હતો, પરંતુ મને તેઓએ આ સીટ પર બેસવા કહ્યું હતું”.