Not Set/ સરકારની ભારત મિશનની અને દેશભરમાં વિકાસની મસમોટી વાતો,સાર્વજનિક શૌચાલયની હાલત દયનીય

દીવ, એક તરફ કેન્દ્રની મોદી સરકાર સ્વચ્છ ભારત મિશનની અને દેશભરમાં વિકાસની મસમોટી વાતો કરી રહી છે. તેવામાં હવે દીવમાં સાર્વજનિક શૌચાલયની હાલત દયનીય છે. અહીંય જે પર્યટકો આવે છે તેમને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ફ્રેશ થવા માટે પણ ખુલ્લામાં જવાની ફરજ પડે છે. અમુક સ્થળો પર તો શૌચાલયનો અભાવ છે. […]

Top Stories Gujarat Others Videos
mantavya 23 સરકારની ભારત મિશનની અને દેશભરમાં વિકાસની મસમોટી વાતો,સાર્વજનિક શૌચાલયની હાલત દયનીય

દીવ,

એક તરફ કેન્દ્રની મોદી સરકાર સ્વચ્છ ભારત મિશનની અને દેશભરમાં વિકાસની મસમોટી વાતો કરી રહી છે. તેવામાં હવે દીવમાં સાર્વજનિક શૌચાલયની હાલત દયનીય છે. અહીંય જે પર્યટકો આવે છે તેમને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકોને ફ્રેશ થવા માટે પણ ખુલ્લામાં જવાની ફરજ પડે છે. અમુક સ્થળો પર તો શૌચાલયનો અભાવ છે. તો અમુક શૌચાલયમાં તાળા મારવામાં આવ્યા છે. સરકાર જ્યારે સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યું છે ત્યારે આં દિશામાં પણ યોગ્ય પગલાં લેવા જરૂરી છે.

ઈ – ટોયલેટ પણ દીવ પ્રશાસન દ્વારા મૂકવામાં આવ્યા છે પણ તેની પણ હાલત દયનીય છે. ઈ- ટોયલેટનો દરવાજો ખોલવા માટે નાખેલો સિક્કો પણ લોકોને રિટર્ન મળતો નથી. લોકો મફતમાં સિક્કાઓ જમાં કરી રહ્યા છે. પર્યટકો ટોયલેટની આસપાસ આંટા મારી ખુલ્લામાં શૌચ જઈ રહ્યા છે. જેથી દીવના પર્યટક સ્થળો પણ પર્યટકોને સુવિધા મળી રહે તે માટે દીવ પ્રશાસન દ્વારા યોગ્ય પગલાં લેવા જરૂરી છે.