Not Set/ આગ્રા : દેશના પ્રથમ વડાપ્રધાનની મૂર્તિ ચોરીને લઇ ગયા ચોર અને પછી…

દેશના ચોરી થવી તે કોઈ નવાઈની વાત નથી પરંતુ તમે ક્યારેય કોઈ રાજનેતાની મૂર્તિ ચોરી વિશે સાંભળ્યું છે ? જી હા, આગ્રામાં આવો જ એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. નગલા બિહારી ગામમાં દેશના પ્રથમ વડાપ્રધાનની પ્રતિમા ચોરી થયા હોવાનો મામલો સામે આવ્યો છે. ચોર પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમાને ઉખાડીને લઇ ગયા છે. તમને જણાવી […]

Top Stories India Trending
11 આગ્રા : દેશના પ્રથમ વડાપ્રધાનની મૂર્તિ ચોરીને લઇ ગયા ચોર અને પછી...

દેશના ચોરી થવી તે કોઈ નવાઈની વાત નથી પરંતુ તમે ક્યારેય કોઈ રાજનેતાની મૂર્તિ ચોરી વિશે સાંભળ્યું છે ?

જી હા, આગ્રામાં આવો જ એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. નગલા બિહારી ગામમાં દેશના પ્રથમ વડાપ્રધાનની પ્રતિમા ચોરી થયા હોવાનો મામલો સામે આવ્યો છે.

ચોર પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમાને ઉખાડીને લઇ ગયા છે. તમને જણાવી દઈએ કે આ પ્રતિમા ૫૦ વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવી હતી.

મંગળવારે સવારે જયારે ગામના લોકોએ પ્રતિમા ન જોઈ તો તે લોકો દંગ રહી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પહોચી ગઈ હતી. લોકોને પ્રશ્ન થઇ રહ્યો હતો કે આટલી મોટી પ્રતિમાને કેવી રીતે ચોરી કરીને લઇ ગયા હશે.

ગામના લોકોએ આજુબાજુની જગ્યા પર તપાસ કરી પરંતુ પ્રતિમા ક્યાય મળી ન હતી. આ પ્રતિમાની ચોરી કરવી એ કોઈ નાનીસુની વાત નથી. આ ચોરી પાછળ કોઈ પ્લાન હોઈ શકે તેવું લાગી રહ્યું છે. પોલીસે આ મામલે કહ્યું હતું કે હાલ તેઓ તપાસ કરી રહ્યા છે અને જલ્દી આ વાતનો ખુલાસો થઇ જશે.

શા માટે કરી ચોરી ?

કોંગ્રેસના નેતાઓએ ૧૫ જુનના રોજ ડીએમ સાથે મળીને કહ્યું હતું કે તેઓ પાર્ક અને પ્રતિમાનું જીર્ણોદ્ધાર કરાવશે. ડીએમે ૨૦ જુનના રોજ આ મામલે પોલીસ સાથે રીપોર્ટ માંગી હતી પરંતુ તે રીપોર્ટ પહોચે તે પહેલા જ પ્રતિમાની ચોરી થઇ ગઈ.

કોંગ્રેસ કાર્યકર્તામાં ગુસ્સો

આ ઘટનાને લીધે કોંગ્રેસના કાર્યકર્તામાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. જીલ્લાના અધ્યક્ષ દુષ્યંત  શર્માએ કહ્યું કે આ એક શરમજનક ઘટના છે.