Not Set/ સુરેન્દ્રનગરમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી અને પછી કર્યું એવું કે….

બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મોટરસાયકલ પર પાટડીથી બામણવા જતા વેપારીની આંખમાં મરચૂ નાંખી છરી વડે હુમલો કર્યો અને….

Top Stories Gujarat Others
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં પાટડી-બામણવા રોડ પર રાત્રીના અંધારામાં મરચા ની ભૂકી નાંખી વેપારી પાસેથી રૂ.85,000ના મુદામાલની લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મોટરસાયકલ પર પાટડીથી બામણવા જતા વેપારીની આંખમાં મરચા ની ભૂકી નાંખી છરી વડે હુમલો કરી રોકડા અને મોબાઇલની લૂંટ કરી હતી. આ બનાવ અંગે પાટડી પોલિસ મથકે લૂંટ અંગેની ફરીયાદ નોંધાઇ છે.

પાટડી તાલુકાના બામણવા ગામના હરદિપસિંહ ઇન્દુભા વાઘેલા (દરબાર) પાટડી જીન રોડ પર આશિર્વાદ હોટલ પાસે ચાની હોટલ ચલાવે છે. ગુરૂવારે રાત્રે દુકાન રાજી કરીને તેઓ રોકડા, ચેકબુક, આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ સાથેનો થેલો લઇને મોટરસાયકલ પર પાટડીથી બામણવા પોતાના ઘેર જઇ રહ્યાં હતા. ત્યારે બામણવા પાસે વિષ્ણુભાઇ ગોરધનભાઇ ઠાકોરના ખેતર પાસે મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ હરદિપસિંહ વાઘેલાનું મોટરસાયકલ આંતરીને એમની આંખમાં મરચાની ભૂકી છાંટી દીધી હતી. એવામાં મોટરસાયકલની પાછળ બેઠેલા શખ્સે હરદિપસિંહ ઇન્દુભા વાઘેલા પર છરી વડે હુમલો કરવા જતા હરદિપસિંહે છરી પકડી લેતા બંને વચ્ચે જોરદાર ઝપાઝપી થઇ હતી. બાદમાં એ બંને અજાણ્યા શખ્સોએ ધક્કો મારતા હરદિપસિંહ રોડ નીચે ગટરમાં પડી ગયા હતા. એવામાં એમનો એન્ડ્રોઇઇડ મોબાઇલ પડી ગયો હતો. બાદમાં આ બંને અજાણ્યા શખ્સો રાત્રીના અંધારાનો લાભ લઇ રૂ. 80,000 રોકડા અને રૂ. 5,000ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ મળી કુલ રૂ. 85,000ના મુદામાલ અને ચેકબુક, આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ સાથેનો થેલાની લૂંટ કરીને મોટરસાયકલ પર ફરાર થઇ ગયા હતા.

આ બનાવ અંગે બામણવા ગામના હરદિપસિંહ ઇન્દુભા વાઘેલા (દરબાર)એ 40થી 45 વર્ષની ઉંમરના બાઇક સવાર અને 25થી 30 વર્ષની ઉંમરના મોટરસાયકલ પાછળ બેઠેલા બે અજાણ્યા લૂંટારા શખ્સો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પાટડી પોલીસે લૂંટ અંગેનો ગુન્હો દાખલ કરી વિવિધ વિસ્તારના સિસિટીવી ફુટેજના આધારે બંને લૂંટારાઓને ઝબ્બે કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.

આ પણ વાંચો : ભાવનગરમાં આઈ.જી.કપ ટેનિસ ટુર્નામેન્ટ બની રહીએ છે લોકોના આકર્ષણનું કેન્દ્ર : શિક્ષણમંત્રી પણ રમી રહ્યા છે….