Not Set/ 2022 વિધાનસભા ચુંટણી માટે BJP સામાજિક સ્તરે કઈ દિશામાં આગળ ચાલી રહી છે?

આગામી ચુંટણી માટે BJPએ સામાજિક સમીકરણો બદલ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. BJPની રાજનીતિ હવે કોંગ્રેસના રસ્તે જઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે કારણ કે BJPને ડર છે કે આમ આદમી પાર્ટી (AAP) જો અત્યારે પગ પેસારો કરે તો અગામી વર્ષોમાં ભારે નુકશાન વેઠવું પડી શકે છે.

Top Stories Gujarat Others
BJP

ચુંટણી (Election) નજીક આવી અને 150 થી વધારે સીટ જીતવાનો લક્ષ રાખ્યો જેને લઈને પોતાના સમીકરણો પણ બદલ્યા હોવાનું સામે આવી રહ્યું છે.અત્યાર સુધી BJP શહેરી મતદારો અને જનરલ કાસ્ટ પર ફોકસ કરતુ હતું પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાત પર ફોકસ કર્યું છે ત્યારથી BJPએ પણ પોતાનું ફોકસ બદલ્યું હોવાનું સામે આવી રહ્યું છે BJP હવે ગ્રામીણ મતદારો પર ફોકસ કરી રહી છે. આમ તો BJP પીએમ મોદી (PM MODI) ના ફેઈસ પર જ ચુંટણી લડે છે અને તેના માટે જ પીએમ મોદી (PM MODI) ના સતત પ્રવાસ ગ્રામીણ વિસ્તાર તરફ ગોઠવવામાં આવી રહ્યા છે.

BJP

છેલ્લા ઘણા સમયની BJPની સ્ટ્રેટેજી પર નજર કરીએ તો પીએમ મોદી (PM MODI) નો પ્રવાસ દક્ષીણ ગુજરાત (Gujarat) તરફ વધારે ગોઠવાઈ રહ્યો છે BJP પોતાની સ્ટ્રેટેજી પર યોગ્ય ઠરવા માટે SC અને ST મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યું છે બી એલ સંતોષ પણ આજ સમાજ પર ફોકસ પરી આ મતદારોને BJP સાથે જોડવા પ્રયાસ કરી રહ્યું છે તો આમ આદમી પાર્ટી (AAP) પણ એ વાત પણ જોર આપી રહી છે કે કોંગ્રેસની જ્યાં પકડ મજબુત છે એ વિસ્તાર પર ફોકસ કરવું અને ત્યાં જ પોતાના મતદારો વધારવા સાથે જ શહેરી વિસ્તારમાં પીએમ મોદી (PM MDO) જેમ સીએમ હતા અને કોંગ્રેસને આડે હાથ લેતા હતા એ રીતે કેજરીવાલ (Kejriwal)પણ રાજ્ય સરકારને આડે હાથ લઇ રહ્ય છે.એટલે ગ્રામીણ SC અને ST મતદારો આમ આદમી પાર્ટી (AAP)તરફ વળે એ પહેલા જ તેને BJP તરફ લાવવા પ્રયાસ ચાલી રહ્યો છે અને એટલા માટે જ એક બાદ એક પ્રવાસ દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ ગોઠવાઈ રહ્યા છે. BJPએને એ ડર પણ છે કે જો આમ આદમી પાર્ટી (AAP) આ વિસ્તારમાં સારું પરફોર્મન્સ કરે તો આગામી સંયમ BJPને નુકશાન થઇ રહ્યું છે અને તેના ભાગ રૂપે જ BJP SC એન ST સમાજના દિગ્ગજ નેતાઓને જોડી રહી છે.

BJP

હાલમાં પાટીદાર સમાજના અગ્રણીઓમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે ત્યારે BJPને એ ચિંતા પણ છે કે જો પાટીદાર સમાજ આમ આદમી પાર્ટી (AAP) કે કોંગ્રેસ (Congress) તરફ ઝુકાવ રાખે તો નુકશાન વેઠવું પડી શકે છે જેથી BJP દ્વારા એ તમામ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે અત્યારથી જ મથામણ શરૂ કરી છે.

આ પણ વાંચો:BJPએ કેમ જોર લગાવ્યું દક્ષિણમાં,આપનો પગપેસારો કે કોંગ્રેસના ગઢ તોડવા રણનીતિ?

આ પણ વાંચો:ભાવનગરમાં આઈ.જી.કપ ટેનિસ ટુર્નામેન્ટ બની રહીએ છે લોકોના આકર્ષણનું કેન્દ્ર : શિક્ષણમંત્રી પણ રમી રહ્યા છે….

આ પણ વાંચો: ડેનમાર્કના રાજદૂતે CM અરવિંદ કેજરીવાલ સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ