રાજકોટ શહેરમાં એસઆરપી જવાને ફરજ દરમિયાન આત્મહત્યા કરી લીધી છે. SRP જવાને ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તેનો ખુલાસો થયો નથી.
આત્મહત્યા કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. નાની નાની બાબતોમાં મનમાં રાખી લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. સ્ટ્રેસ કે ફરજ પર પ્રેશરના કારણે લોકો આહત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે રાજકોટમાં SRP જવાને આપઘાત કર્યો છે.
મૂળ પંચમહાલનો વતની પ્રવીણ ચૌહાણ નામના SRP જવાને રાજકોટમાં આપઘાત કર્યો છે. SRP જવાન પ્રવીણ ચૌહાણ PGVCLના બંદોબસ્ત માટે રાજકોટ આવ્યો હતો. રાજકોટના બસ સ્ટેન્ડ પાછળ આવેલી ધર્મશાળામાં આજે વહેલી સવારે જવાને તેની સર્વિસ રાયફલથી ગળાના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.
ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને તાત્કાલિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ SRP જવાનના પરિવારને કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ અનુસાર SRP જવાને ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તેનો હજુ સુધી ખુલાસો થયો નથી.
Read More : પરપ્રાંતીય ગુનેગારોથી જામનગર પોલીસ પરેશાનઃ બહાર પાડ્યું જાહેરનામુ
Read More : Murder/ આણંદ અને બોટાદમાં નજીવી બાબત અને રૂપિયાની લેતીદેતીમાં થઈ હત્યા
Read More : અમદાવાદ/ સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં 4 મૃતદેહ મળી આવતા અરેરાટી
Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
Download Mobile App : Android | IOS