Immigrant Labour/ પરપ્રાંતીય ગુનેગારોથી જામનગર પોલીસ પરેશાનઃ બહાર પાડ્યું જાહેરનામુ

શહેરમાં પરપ્રાંતીય ગુનેગારો દ્વારા આચરવામાં આવતી ગુનાખોરીથી જામનગર પોલીસ એટલી અકળાઈ ઉઠી છે કે તેણે હવે પરપ્રાંતીયને ખેતમજૂર તરીકે રાખતા ખેડૂતોથી લઈને ઘરઘાટી તરીકે રાખતા મકાનમાલિકો માટે જાહેરનામુ બહાર પાડ્યું છે.

Gujarat Others
YouTube Thumbnail 25 1 પરપ્રાંતીય ગુનેગારોથી જામનગર પોલીસ પરેશાનઃ બહાર પાડ્યું જાહેરનામુ

@સંજય વાઘેલા

જામનગરઃ શહેરમાં પરપ્રાંતીય ગુનેગારો દ્વારા આચરવામાં આવતી ગુનાખોરીથી જામનગર પોલીસ એટલી અકળાઈ ઉઠી છે કે તેણે હવે પરપ્રાંતીયને ખેતમજૂર તરીકે રાખતા ખેડૂતોથી લઈને ઘરઘાટી તરીકે રાખતા મકાનમાલિકો માટે જાહેરનામુ બહાર પાડ્યું છે.

હાલમાં ગુજરાતમાં ખેડૂતો પોતાના ખેતરના કામ માટે પરપ્રાંતીય શ્રમિકો રાખે છે. જ્યારે શહેરોમાં ઘરઘાટી તરકે રાખવામાં આવે છે. આ રીતે રખાયેલા લોકો આજુબાજુમાં રહેતા લોકોના ઘરે અને ધંધાના સ્થળે જઈને ચોરી, લૂંટફાટ તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુનાઓ આચરી ભાગી જાય છે. આના લીધે લોકોના જાનમાલને નુકસાન થાય છે. તેની સાથે તેમના માલિકો પાસે પણ તેમના નામ સિવાયની કોઈ વિગત ન હોવાથી તેમને પકડવા મુશ્કેલ થઈ જાય છે.

આ સંજોગોમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને લોકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બી.એન. ખેરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે જામનગર જિલ્લામાં કોઈપણ મકાન માલિક પોતાના ઘરના કામ માટે પરપ્રાંતીય મજૂરો તેમજ બીજા જિલ્લાના લોકોને કામ પર રાખે તે પહેલા તેણે અહીં દર્શાવેલા નમૂના ફોર્મ મુજબના ફોર્મમાં જરૂરી વિગતો અને આધારો સંબિંત પોલીસ સ્ટેશનને રૂબરૂમાં અખના ટપાલથી મોકલી આપવાની રહેશે.

આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ આદેશ આઠ જાન્યુઆરી 2024થી અમલી રહેશે. પરપ્રાંતીય ખેતમજૂર કે ઘરઘાટી રાખનારે તેનું પૂરેપૂરુ નામ, સરનામુ, ઉંમર અને ફોટો આઇ.ડી. પ્રુફની નકલ, હાલનો રહેણાક, મોબાઇલ નંબર, તેની સાથે રહેનારા બીજા માણસોનું નામ-સરનામુ, કોઈના દ્વારા રાખ્યા હોય તો તે મધ્યસ્થીનું નામ સરનામુ, અગાઉ કામ કર્યુ હોય ત્યાંના માલિકનું નામ સરનામુ, જેને ત્યાં કામ કરતા હોય તે માલિકનું નામ સરનામુ, ઘરઘાટી સ્થાનિક ઓળખીતાને ત્યાં રહેતા હોય તો તેનું નામ સરનામુ અને મોબાઇલ નંબર આપવા.

આ ઉપરાંત ઘરઘાટીના વતનનું પૂરેપૂરું નામ સરનામુ, પોલીસ સ્ટેશન અને વતનમાં રહેતા માતાપિતા અને ભાઈબહેનની વિગતો, શ્રમિક પરીણિત હોય તો તેના પતિપત્ની તથા સસરાનું સરનામુ,  ઘરઘાટીની કે શ્રમિકની ઓળખી શકાય તેવી શારીરિક નિશાની રાખવી ફરજિયાત છે. તેનો છેલ્લામાં છેલ્લો ફોટો જમા કરાવવાનો રહેશે.


આ પણ વાંચોઃ  Murder/ આણંદ અને બોટાદમાં નજીવી બાબત અને રૂપિયાની લેતીદેતીમાં થઈ હત્યા

આ પણ વાંચોઃ Tunnel Collapses/ ઉત્તરકાશી સુરંગ દર્ઘટનામાં બચાવકાર્યમાં આધુનિક ઓગર મશીનનો ઉપયોગ, થાઈલેન્ડ ટીમની લેવાશે મદદ

આ પણ વાંચોઃ અમદાવાદ/ સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં 4 મૃતદેહ મળી આવતા અરેરાટી