Not Set/ અમદાવાદ : SVP હોસ્પીટલમાંકૉંગો ફીવરથી લીંબડીની મહિલાનું મોત

અત્યારે ઋતુ બદલાય રહી છે. ક્યારેય વાદળ આવી જાય છે તો ક્યારેક અચાનક વરસાદ થવા માંડે છે. તો ક્યારેક તડકો નીકળી જાય છે અને ગરમી વધવા માંડે છે. આવી ઋતુમાં વાયરલ ફીવર થવાનો ખતરો સૌથી વધુ હોય છે. ડેંગ્યુ, ચિકન ગુનીયા, ની સાથે  હવે રાજ્યમાં  પ્રથમ  કૉંગો ફીવર નો કેસ નોધાયો છે. ત્યારે આજે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં […]

Top Stories Ahmedabad Gujarat
કૉંગો ફીવર અમદાવાદ : SVP હોસ્પીટલમાંકૉંગો ફીવરથી લીંબડીની મહિલાનું મોત

અત્યારે ઋતુ બદલાય રહી છે. ક્યારેય વાદળ આવી જાય છે તો ક્યારેક અચાનક વરસાદ થવા માંડે છે. તો ક્યારેક તડકો નીકળી જાય છે અને ગરમી વધવા માંડે છે. આવી ઋતુમાં વાયરલ ફીવર થવાનો ખતરો સૌથી વધુ હોય છે. ડેંગ્યુ, ચિકન ગુનીયા, ની સાથે  હવે રાજ્યમાં  પ્રથમ  કૉંગો ફીવર નો કેસ નોધાયો છે.

ત્યારે આજે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં એક મહિલાનું ફીવર ને કારણે મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે આ મહિલાનું મોત કૉંગો ફિવરથી થયું છે. મહિલાના મોતથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું. કોંગો ફિવરથી મરનારી મહિલાનું નામ સુખીબહેન છે. 75 વર્ષની આ મહિલા સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના જામડી ગામની વતની હતા. 20 ઓગષ્ટે સુખીબહેનને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થયા હતા.

સુખીબેનને કોંગો ફીવર હોવાની શંકા સાથે તેમના નમૂના પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગો ફિવરથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.  કોંગો ‌‌ફીવરથી મોતનો કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આ મામલે સરકારને પણ જાણ કરાઈ છે,

જો કે સારવાર દરમિયાન રવિવારે રાત્રે તેમનું નિધન થયું. ગુજરાતમાં કોંગો ફિવરથી કોઈનું મોત થયું હોય તેવી આ પહેલી ઘટના છે. સુખીબહેનની સારવાર કરનારા તમામ પેરા મેડિકલ સ્ટાફની અત્યારે સારવાર ચાલુ કરી દેવાઈ છે.

કોંગો ફીવરએ વાઇરસથી મનુષ્યમાં થતો એક રોગ છે. જેના ફેલાવા માટે ઈતરડી મુખ્ય ભાગ ભજવે છે. પાલતું પ્રાણીઓ જેવા કે  ગાય-ભેંસ, ઘેટાં-બકરાના શરીર ઉપર આ ઈતરડી રહે છે. માણસમાં આ રોગનો ફેલાવો ઈતરડીના કરડવાથી થાય છે. પશુઓમાં આ વાઈરસ કોઇપણ રોગ પેદા કરતાં નથી. કોંગો ફીવર પ્રાણીઓને ચોંટતી આ ઇતરડી દ્વારા ફેલાય છે. જેમાં તાવ આવવો, માથુ દુખવું, શરીર દુખવું અને ઝાડા ઉલટી થવા જેવા લક્ષણો કોંગો ફિવરમાં દેખાય છે. કોંગો ફિવરથી બચવા માટે ઢોર, કુતરા અને બિલાડી જેવા પાળેલા પ્રાણીઓના સંપર્કથી દૂર રહેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.