ગુજરાત/ પાલનપુરમાં કુરિયરમા ડ્રગ્સનું કહી યુવક સાથે 32 લાખની થઈ ઠગાઇ

પાલનપુરમાં એક યુવક સાથે લાખોની ઠગાઈ થઈ. કાણોદર ગામનો યુવક છેતરપિંડીનો ભોગ બન્યો.

Gujarat Top Stories Others
Beginners guide to 2024 05 23T141034.502 પાલનપુરમાં કુરિયરમા ડ્રગ્સનું કહી યુવક સાથે 32 લાખની થઈ ઠગાઇ

પાલનપુર : શહેરનો એક યુવક સાથે લાખોની ઠગાઈ થઈ. કાણોદર ગામનો યુવક છેતરપિંડીનો ભોગ બન્યો. આ યુવકને કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહી લાખોની ઠગાઇ થઈ. યુવકને એક શખ્સ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અધિકારીના નામે ધમકી આપવામાં આવી. અધિકારી બની યુવક સાથે ઠગાઈ કરવામાં આવી.

કાણોદર ગામના યુવક નકલી અધિકારીના ઢોંગ કરનાર વ્યક્તિનો શિકાર બન્યો. ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી બનેલ આ બનાવટી શખ્સે યુવકને કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહ્યું. આમ કહી યુવક પાસેથી 32 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા. આ શખ્સે પોતે ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાનું જણાવતા યુવક પાસેથી બેંક એકાઉન્ટની પણ માહિતી લીધી. અધિકારીની ધમકી આપતા યુવકે પણ પોતાની બેંકની તમામ વિગતો નકલી અધિકારીને આપી. જેના બાદ યુવકના ખાતામાંથી 32 લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. કુરિયર આપવા આવેલ વ્યક્તિએ નકલી ક્રાઈમ બ્રાંચના અધિકારી બની યુવક પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા. યુવકને આ બાબતની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જજનો શ્વાન થયો ગુમ…તો 14 લોકો સામે નોંધાવી FIR, જાણો શું છે મામલો

 આ પણ વાંચો: કેજરીવાલની નિષ્પક્ષ તપાસની માંગ પર સ્વાતિ માલીવાલે આપી પ્રતિક્રિયા, નિર્ભયાની માતાનો વીડિયો જોઈ થઈ ભાવુક

 આ પણ વાંચો: પુણે પોર્શ કેસમાં સગીર આરોપીના જામીન રદ, જુવેનાઈલ હોમમાં મોકલવાયો, પુખ્ત વયનો ગણવો કે નહિ કોર્ટે લેશે નિર્ણય