Not Set/ ડુબવા-તણાવવાની 3 ઘટનામાં 3નાં મોત, 1 લાપતા – 6 લોકોનો બચાવ

રાજ્યભરમાં તહેવારની મજા માણવામાં અને આનંદ લોવાની લાહ્યમાં, આનંદનો અતીરેક થઇ જાત અનેક લોકોની ડુબવાની ઘટનાઓ સામે આવી છે. ગુજરાતભરમાં દરિયા-નદીમાં ડુબવામાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે, એક વ્યક્તિ  લાપતા બની છે, તો છ લોકોનો નશિબે સાથ આપતા બચાવ થયો છે. માંડવીમાં ચાર તણાયા, બે નો બચાવ, એકનું મોત-એકજ હજુ પણ લાપતા જન્માષ્ટીનાં મીની વેકેશનમાં માંડવીનાં […]

Gujarat Others
sank1 1 ડુબવા-તણાવવાની 3 ઘટનામાં 3નાં મોત, 1 લાપતા - 6 લોકોનો બચાવ

રાજ્યભરમાં તહેવારની મજા માણવામાં અને આનંદ લોવાની લાહ્યમાં, આનંદનો અતીરેક થઇ જાત અનેક લોકોની ડુબવાની ઘટનાઓ સામે આવી છે. ગુજરાતભરમાં દરિયા-નદીમાં ડુબવામાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે, એક વ્યક્તિ  લાપતા બની છે, તો છ લોકોનો નશિબે સાથ આપતા બચાવ થયો છે.

માંડવીમાં ચાર તણાયા, બે નો બચાવ, એકનું મોત-એકજ હજુ પણ લાપતા

sank3 1 ડુબવા-તણાવવાની 3 ઘટનામાં 3નાં મોત, 1 લાપતા - 6 લોકોનો બચાવ

જન્માષ્ટીનાં મીની વેકેશનમાં માંડવીનાં દરિયાકાંઠે ફરવા આવેલાં ચાર યુવકો ડૂબી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. જેમાંથી બે યુવકને સ્પીડ બોટ દ્વારા બચાવી લેવાયાં હતા. જ્યારે બે યુવક લાપત્તા બન્યાં હતા. જેમાંથી આજે સવારે એકની લાશ મળી છે. આઠમનાં પર્વ નિમિત્તે માંડવી બીચ પર સવારથી જ હજારો સહેલાણીઓ ઉમટી પડ્યાં હતા. દરમિયાન, દરિયામાં ન્હાવા પડેલાં 4થી 5 યુવકો પાણીના મોજા સાથે ખેંચાઈ ગયા હતા. કાંઠે હાજર સ્પીડ બોટ સંચાલકોએ ગાંધીધામનાં ચેતન ધીરજલાલ ઠક્કર અને વિમલ વીરમભાઈ મહેશ્વરીને બોટમાં ખેંચી લઈ બચાવી લીધા હતા. જો કે, વિમલનો ભાઈ હિંમત વીરમ મહેશ્વરી મોજા સાથે તણાઈ ગયો હતો. ભારે શોધખોળ છતાં તેનો કોઈ પત્તો મળ્યો નહોતો. આજે સવારે માંડવી કસ્ટમ હાઉસ પાછળના કાંઠેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તો દરિયામાં નહાવા પડેલો ભુજના લાખોંદ ગામનો જીતેશ લાલજી કોલી નામનો યુવક પણ દરિયામાં ગરકાવ થઈ ગયો હતો. જેનો હજુ સુધી કોઈ અતોપત્તો મળ્યો નથી.

પાટણમાં ચાર તણાયા, ત્રણનો બચાવ – એકનું મોત

sank 1 ડુબવા-તણાવવાની 3 ઘટનામાં 3નાં મોત, 1 લાપતા - 6 લોકોનો બચાવ

પાટણની બનાસનદીમાં ચાર યુવવાનો તણાયા હતા. જે પૈકી 3ને બચાવી લેવાયો હતો. જ્યારે એક યુવાનનુ ડૂબી જવાથી મોત થયું હતું. રાધનપુરના કામલપુર પાસેથી પસાર થતી બનાસનદીમાં ચાર યુવાનો તણાયા હતા. આ અંગેની જાણ થતા સ્થળ પર દોડી ગયેલા સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ 3 યુવાનોને બચાવી લીધા હતા. જ્યારે એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા સ્થળળ પર દોડી ગયેલી પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

નવસારીમાં એકનું ઔરંગામાં ડુબી જવાથી મોત

sank4 ડુબવા-તણાવવાની 3 ઘટનામાં 3નાં મોત, 1 લાપતા - 6 લોકોનો બચાવ

નવસારીના નાંધાઇ ગામે ઔરંગા નદીમાં એક યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું છે. જુગાર રમતા પોલીસની રેડ પડી અને રેડથી બચવા માટે નદીમાં કૂદતાં આ ઘટના બની હતી. નદીના કિનારે જુગાર રમતાં હતા તે દરમિયાન આ રેઇડ કરવામાં આવી હતી. વહેલી સવારે ધરમપુર ફાયરની ટીમે શોધખોળ કરતાં લાશ મળી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.