IMD Alert/ ગુજરાતમાં આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી,તંત્ર એલર્ટ

ચોમાસામાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ. ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે

Top Stories Gujarat
8 2 ગુજરાતમાં આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી,તંત્ર એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદના લીધે અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. રાજ્યના સૈારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની મહેર જાેવા મળી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે બનાસકાંઠા, સુરત, રાજકોટ અને કચ્છ સહિતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે આ સીઝનમાં સારો વરસાદ અત્યાર સુઘી વરસી ચૂક્યો છે. સરકારી દફતરના સૂત્રોના જણાવ્યા અનુસાર સરદાર સરોવર ડેમમાં 70 ટકા જેટલો પાણીનો સંગ્રહ થઇ ગયો છે. ચોમાસામાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ. ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.તંત્રને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર  206 જળાશયો પૈકી 87 જળાશય હાઈએલર્ટ, 16 જળાશય એલર્ટ અને 15 જળાશય વોર્નિંગ પર છે. આમ, સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશય પૈકી 119 જેટલા જળાશયો 70 ટકાથી વધુ ભરાઇ ગયા છે.