Not Set/ શું તમે રાજપથ, કર્ણાવતી કે YMCA જેવી ક્લબમાં મેમ્બર છો ? તો હવે પ્રવેશ કરતા પહેલા આ નિયમોનું કરવું પડશે પાલન ….

લોકડાઉનના પગલે ઘણા બધા દિવસથી અમદાવાદની તમામ ક્લબો બંધ છે ત્યારે સરકારે અનલોક 1 જાહેર કર્યું છે ત્યારે હવે તમામ ક્લબોના સંચાલકો સરકાર પાસે છૂટછાટ સાથે ક્લબો ચાલુ કરવા માંગ કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં અમદાવાદીઓનો ઓફિસ ટાઈમ પૂર્ણ થાય એટલે ક્લબ, પાર્ક, જીમમાં જોવા મળતા હોય છે. પરંતુ હવે લોકડાઉંન લગતા તમામને ઘરમાં પુરાવાનો […]

Ahmedabad Gujarat
a45d9959a7470ccea5fd5ea6fb7e9484 શું તમે રાજપથ, કર્ણાવતી કે YMCA જેવી ક્લબમાં મેમ્બર છો ? તો હવે પ્રવેશ કરતા પહેલા આ નિયમોનું કરવું પડશે પાલન ....
a45d9959a7470ccea5fd5ea6fb7e9484 શું તમે રાજપથ, કર્ણાવતી કે YMCA જેવી ક્લબમાં મેમ્બર છો ? તો હવે પ્રવેશ કરતા પહેલા આ નિયમોનું કરવું પડશે પાલન ....

લોકડાઉનના પગલે ઘણા બધા દિવસથી અમદાવાદની તમામ ક્લબો બંધ છે ત્યારે સરકારે અનલોક 1 જાહેર કર્યું છે ત્યારે હવે તમામ ક્લબોના સંચાલકો સરકાર પાસે છૂટછાટ સાથે ક્લબો ચાલુ કરવા માંગ કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં અમદાવાદીઓનો ઓફિસ ટાઈમ પૂર્ણ થાય એટલે ક્લબ, પાર્ક, જીમમાં જોવા મળતા હોય છે. પરંતુ હવે લોકડાઉંન લગતા તમામને ઘરમાં પુરાવાનો વારો આવ્યો અને અને ક્લબો અને જીમમાં પણ તાળાં લાગી ગયા. જો કે હવે લોકડાઉંનમાં છૂટછાટ મળતા ક્લબ સંચાલકો સરકારે પાસે નિયમોને આધીન ક્લ્બ ચાલુ કરવા રજૂઆત કરી રહ્યા છે. સરકાર મંજૂરી આપે તો ક્લ્બ શરુ થાય તેવી તૈયારી અમદાવાદના રાજપથ, કર્ણાવતી અને YMCA સહિતના ક્લ્બ સંચાલકોએ કરી છે.

karnavati શું તમે રાજપથ, કર્ણાવતી કે YMCA જેવી ક્લબમાં મેમ્બર છો ? તો હવે પ્રવેશ કરતા પહેલા આ નિયમોનું કરવું પડશે પાલન ....

ક્લ્બમાં પ્રવેશતા પહેલા નિયમોનું પાલન કરવું પડશે. ક્લ્બમાં પ્રેવશતા તમામ લોકોનું થર્મલ ચેકીંગ કરાશે અને અને જો તમારું તાપમાન વધારે જણાશે અને જોઈ શરદી, ઉધરસ જેવા સિમટમ્સ તમારામાં જણાશે તો ક્લ્બમાં પ્રવેશ નહિ મળે. મહત્વની વાત તો એ છે કે, હાલ કલબોમાં ગેસ્ટ મેમ્બરની એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ક્લ્બ સંચાલકોનું કહેવું છે કે, સરકાર મંજૂરી આપશે તો નિયમો સાથે જિમ પણ શરુ કરાશે. જીમની અંદર દરેક સ્ટેશનની વચ્ચે પાર્ટીશન કરાશે. લોકડાઉનના પગલે મહિનાઓ સુધી કલબ બંધ રહી ત્યારે, હવે અમદાવાદીઓ પણ રાહ જોઈ રહ્યા છે કે આ ક્લબો ક્યારે શરુ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.