Not Set/ વિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહી હતી પ્રિયંકા ગાંધી,બહાર લાગ્યા ‘હર હર મોદી’ના નારા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તેમના પૂર્વાચલ પ્રવાસના બીજા દિવસે મિર્જાપુરના  વિંધ્યવાસિની મંદિર પહોંચ્યા. અહીં પ્રિયંકાએ પૂજા-અર્ચના કરી અને સ્થાનિક નિવાસીઓ મળ્યા. પરંતુ જ્યારે પ્રિયંકા ગાંધી મંદિરમાં પૂજા કરી રહી હતી, ત્યારે જ કેટલાક લોકો મંદિરની બહાર ‘હર હર મોદી’ ના નારાઓ લગાવી રહ્યા હતા.જેનો વીડીયો હવે સોશિઅલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આપને […]

Top Stories India Trending
rap 12 વિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહી હતી પ્રિયંકા ગાંધી,બહાર લાગ્યા 'હર હર મોદી'ના નારા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તેમના પૂર્વાચલ પ્રવાસના બીજા દિવસે મિર્જાપુરના  વિંધ્યવાસિની મંદિર પહોંચ્યા. અહીં પ્રિયંકાએ પૂજા-અર્ચના કરી અને સ્થાનિક નિવાસીઓ મળ્યા. પરંતુ જ્યારે પ્રિયંકા ગાંધી મંદિરમાં પૂજા કરી રહી હતી, ત્યારે જ કેટલાક લોકો મંદિરની બહાર ‘હર હર મોદી’ ના નારાઓ લગાવી રહ્યા હતા.જેનો વીડીયો હવે સોશિઅલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે મંગળવારે, પ્રિયંકા ગાંધીએ પોતાના પ્રવાસની શરૂઆત સીતામઢી મંદિરમાં પૂજા સાથે કરી. જેના પછી તે વિંધ્યવાસિની મંદિર પહોંચી. અહીં તેઓ પૂજા-અર્ચના કરી. પ્રિયંકાએ આ મંદિરની વિઝિટર બુકમાં ‘જય માતા દી’ લખ્યું.

તેના પ્રવાસ દરમિયાન તેણે ઘણા લોકોની મુલાકાત કરી, તેમની સમસ્યાઓ સાંભળી. પ્રિયંકા વાડ્રાએ વેવર્સ, શિક્ષણમિત્રોના પ્રતિનિધિમંડળથી મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી.

તેમની મુલાકાત દરમિયાન પ્રિયંકા સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લક્ષ્ય બનાવી રહી છે. મંગળવારે, પ્રિયંકાએ પીએમ મોદીની આલોચના કરતા કહ્યું કે તમે કહોશો કે તમે શક્તિમાન છો, તમે મોટા નેતા છો, તમારી 56-ઇંચની છાતી છે. રોજગાર કેમ નથી આપી, કારણ કે તે તેમની નબળાઇ છે. આ એક નબળી સરકાર છે.

કોંગ્રેસના મહાસચિવએ પૂછ્યું કે કેન્દ્ર સરકારે પાંચ વર્ષમાં શું કર્યું છે, કશું જ કર્યું નથી. તેમણે સિત્તેર વર્ષના મુદ્દે મોદી સરકારને ઘેરી. પ્રિયંકાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે 70 વર્ષીય રટની પણ એક્સપાયરી ડેટ હોય છે.