Not Set/ ગુજરાત પેટા ચૂંટણી/ અમરાઈવાડીમાં ભાજપ જનતાનો વિશ્વાસ જીતવામાં રહ્યુ સફળ, જગદીશ પટેલની જીત

અમરાઈવાડી બેઠક પર શરુઆતથી પાછળ રહ્યા બાદ આખરે ભાજપનો વિજય થયો છે. ભાજપનાં ઉમેદવાર જગદીશ પટેલ કેટલા મતની લીડથી વિજાય થયા છે તેની સત્તાવાર જાહેરાત કરવાની હજુ બાકી છે. આપને જણાવી દઇએ કે, અમરાઈવાડી વિધાનસભા બેઠકની મતગણતરી શરૂ થતાની સાથે જ ભાજપ કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી […]

Top Stories Ahmedabad Gujarat
Jagdish Patel ગુજરાત પેટા ચૂંટણી/ અમરાઈવાડીમાં ભાજપ જનતાનો વિશ્વાસ જીતવામાં રહ્યુ સફળ, જગદીશ પટેલની જીત

અમરાઈવાડી બેઠક પર શરુઆતથી પાછળ રહ્યા બાદ આખરે ભાજપનો વિજય થયો છે. ભાજપનાં ઉમેદવાર જગદીશ પટેલ કેટલા મતની લીડથી વિજાય થયા છે તેની સત્તાવાર જાહેરાત કરવાની હજુ બાકી છે. આપને જણાવી દઇએ કે, અમરાઈવાડી વિધાનસભા બેઠકની મતગણતરી શરૂ થતાની સાથે જ ભાજપ કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગુજરાતમાં 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. 21 ઓક્ટોબર 2019નાં રોજ મતદારોએ ઉમેદવારોનાં ભાવીને ઈવીએમમાં બંધ કરી દીધા હતા. આજે 24 ઓક્ટોબરનાં રોજ સવારથી જ ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો અને કાર્યકર્તાઓ પોતાના નેતાની જીતની આશા સાથે ઉમટી પડ્યા હતા. અમરાઈવાડી મત વિસ્તારની વાત કરીએ તો અહી ભાજપનાં કાર્યકર્તાઓ સવારથી જ ઉમેદવાર જગદીશ પટેલની જ જીત થશે તેવા ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર આ બેઠક પરથી જગદીશ પટેલે જીત મેળવી લીધી છે. જેની બધાઇ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.