UNION MINISTER/ પેટ્રોલ અને ડીઝલમાં દેશની નિર્ભરતા ઘટાડવા માટે કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ કરી આ દરખાસ્ત

પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહયા છે આમ પ્રજા જ્યારે તોબા પોકારી રહી છે ત્યારે પેટ્રોલ-ડીઝલ પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે, માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી  ઇલેક્ટ્રિક વાહનોનો વધુ ઉપયોગ કરવાની

Top Stories Business
gadkari 2 પેટ્રોલ અને ડીઝલમાં દેશની નિર્ભરતા ઘટાડવા માટે કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ કરી આ દરખાસ્ત

પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહયા છે આમ પ્રજા જ્યારે તોબા પોકારી રહી છે ત્યારે પેટ્રોલ-ડીઝલ પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે, માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી  ઇલેક્ટ્રિક વાહનોનો વધુ ઉપયોગ કરવાની ભલામણ કરે છે. લોકો ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ શરૂ કરે તે પહેલા, સરકારી વિભાગોમાં ઇ-વાહનોનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખ્યો હતો.આગામી સમયમાં એલપીજીગેસ સિલિન્ડરને બદલે સરકાર તમને ઇન્ડક્શન રસોઈ પર સબસિડી આપી શકે છે. તેમણે સરકારને વિચારણા કરવા જણાવ્યું છે.

Image result for image of ges cylinder with gadkari

 

Land grabbing / રાજકોટમાં વૃદ્ધ મામાનું મકાન પચાવી પાડનાર બે બહેનો વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ

નીતિન ગડકરીએ દરખાસ્ત કરી છે કે તમામ મંત્રાલયો અને વિભાગોના સરકારી અધિકારીઓએ ફક્ત ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવો જ જોઇએ. એટલું જ નહીં, નીતિન ગડકરીએ સરકારને સૂચન પણ કર્યું છે કે ઘરોમાં ઉપયોગ માટે રાંધણ ગેસ માટે આપવામાં આવતી સહાયને બદલે ઇલેક્ટ્રિક રસોઈ ઉપકરણો ખરીદવા સબસિડી આપવામાં આવે.Go Electric ઝુંબેશ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, ‘આપણે ઇલેક્ટ્રિક રસોઈ ઉપકરણો ખરીદવા માટે સબસિડી કેમ નથી આપતા. અમે રાંધણ ગેસ પર સબસિડી આપી રહ્યા છીએ.

Image result for image of petrol and diesel with gadkari

PM Modi / PM મોદી 25 મી એ પુડ્ડુચેરીની મુલાકાતે , AFT કેમ્પસમાં સભાને સંબોધિત

ગેસની આયાત પર દેશની નિર્ભરતા ઓછી થવાની સાથે નીતિન ગડકરીના સૂચન પાછળનો હેતુ અને ઇલેક્ટ્રિક રસોઈથી થતા પ્રદૂષણનું જોખમ પણ ઓછું થશે.નીતિન ગડકરીએ કહ્યું કે દિલ્હીમાં 10,000 ઇલેક્ટ્રિક ટ્રેનોનો ઉપયોગ કરીને દર મહિને 30 કરોડ રૂપિયાની બચત થઈ શકે છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉર્જા પ્રધાન આર.કે.સિંઘે  સેવાની ઘોષણા કરી હતી, જે દિલ્હીથી આગ્રા અને દિલ્હીથી જયપુર વચ્ચે દોડશે, જોકે તેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

China / ગલવાન અંગે ચીનની કબૂલાત, 8 મહિના બાદ ચીને તેના સૈનિકનાં મોતની વાત કબૂલી છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…