Banaskantha News: ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને પાંચ પેટા ચૂંટણીનું પરિણામ ગઈકાલે જાહેર થઈ ગયું છે. જેમાં કોંગ્રેસને 26માંથી માત્ર 1 જ બેઠક મળી છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં 62 વર્ષે બનાસકાંઠામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે. ગેનીબેન ઠાકોરનો વિજય થતાં ખાલી પડેલી વાવ વિધાનસભા પર પેટા ચૂંટણી યોજવી પડશે.
બનાસકાંઠામાં સિટિંગ ધારાસભ્ય સાંસદ બનતાં વાવ વિધાનસભાની બેઠક ખાલી પડી છે. વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત થરાદ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય છે. તેઓ પ્રથમ વખત ૨૦૧૯માં થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ભારતીય યુવા કોંગ્રેસ યુવા પાંખના ભાગ એવા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા.
આ પણ વાંચો: ગુજરાતની 26 બેઠકો પર જાણો ઉમેદવારો કેટલા મતથી વિજયી બન્યા…
આ પણ વાંચો: નવસારીમાં સી.આર.પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો
આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી
આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં