Rajkot/ ઉત્તરાયણ પહેલા જ પંતગની દોરીએ લીધો એક યુવકનો ભોગ

અંકુરનગર મેઈન રોડ ઉપર ગોપાલ પાર્કમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ નાનાલાલ બકરાણીયા નામનો 39 વર્ષીય યુવક ગત સાંજે 6 વાગ્યા આસપાસ નાનામવા રોડ ઉપરથી મિસ્ત્રીકામ પૂરૂ કરીને તેના કારીગર સાથે એક્ટિવામાં ઘર તરફ જઈ રહ્યાં હતા.

Gujarat Rajkot

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી બચ્યાં છે, ત્યારે લોકોમાં અત્યારથી પતંગ ચગાવવાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ઉડતા પતંગની ધારદાર દોરીઓ પક્ષીઓની સાથે જ રસ્તેથી પસાર થતાં વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થાય છે.  ત્યારે રાજકોટમાં ઉત્તરાયણ પહેલા પતંગની દોરીએ એક યુવક ભોગ લીઘો હોવાનું સામે આવ્યું છે. નાનામૌવા રોડ પર યુવકનું ગળું કપાઈ જતા મોત નિપજ્યું છે. ઘટનાને પગલે પરિવારમાં અરાજકતા ફેલાઈ હતી. તો પરિવારમાં માતમ છવાયો છે.

મળતી માહિતી અનુસાર શહેરના અંકુરનગર મેઈન રોડ ઉપર ગોપાલ પાર્કમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ નાનાલાલ બકરાણીયા નામનો 39 વર્ષીય યુવક ગત સાંજે 6 વાગ્યા આસપાસ નાનામવા રોડ ઉપરથી મિસ્ત્રીકામ પૂરૂ કરીને તેના કારીગર સાથે એક્ટિવામાં ઘર તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન અજમેરા શાસ્ત્રીનગર નજીક પહોંચ્યો ત્યારે અચાનક પતંગની દોરી તેના ગળા ઉપર ફરી વળી હતી અને ગળામાં અંદર ઉતરી ગઈ હતી. જો કે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ યુવક શહેરના અંકુરનગર રોડ પર ગોપાલ પાર્કમાં રહેતો હતો અને મિસ્ત્રીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવકનું મોત થતાં તેની 8 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…