Bhuj News: ભુજ નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી થઈ છે. આખા ગુજરાતમાં બીજે ક્યાંય નહીં પણ ભુજ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં AIMIMની આખી પેનલ જીતી ગઈ છે. આમ ગુજરાતના રાજકારણમાં હવે AIMIMની એન્ટ્રી થઈ છે. આમ ગુજરાતના રાજકારણમાં હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત નવું જ રાજકીય પરિબળ ઉમેરાયું છે. આમ ગુજરાતનું રાજકારણ આગામી દિવસોમાં ત્રિકોણીય જંગથી ચતુષ્કોણીય બનશે તો આશ્ચર્ય નહીં થાય.
આ પહેલા પોરબંદર જિલ્લાની કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આ ચૂંટણીમાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો જાદુ અકબંધ રહ્યો. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રભીબેન કાનાભાઈ રાયગા સાથે મળીને તેમની પેનલે આ બેઠક પર જંગી વિજય મેળવ્યો, વિરોધી પક્ષોને સંપૂર્ણપણે હરાવ્યા. આ બતાવે છે કે કુતિયાણામાં ભાજપ કે કોંગ્રેસ નહી પણ કાંધલ જાડેજાનું જ વર્ચસ્વ છે.
કાંધલ જાડેજાએ વર્ષોથી કુતિયાણા નગરપાલિકા પર મજબૂત પકડ જાળવી રાખી છે. આ પેટાચૂંટણીને પ્રતિષ્ઠાની લડાઈ પણ માનવામાં આવતી હતી. જોકે, પરિણામોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કુતિયાણામાં કાંધલ જાડેજાની પેનલ સામે જીત મેળવવી વિરોધી પક્ષો માટે મુશ્કેલ કાર્ય છે. સમાજવાદી પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડનારા રાભીબેન રાયગાએ મતદારોનો વિશ્વાસ સફળતાપૂર્વક જીતી લીધો છે.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા
આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું
આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું
