Gujarat Loksabha Election 2024 Live
ગુજરાતની 25 બેઠકોના ચૂંટણી પરિણામનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતના અને બે કેન્દ્રીય પ્રધાનોનું ભાવિ મતદાન પેટીમાં કેદ થઈ ગયું છે તે આજે ખૂલશે. તેમા કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અને મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. જો કે રોમાંચક મુકાબલો તો રાજકોટની બેઠકનો રહેશે. પરસોત્તમ રૂપાલા જીતે છે કે ક્ષત્રિયોની ક્ષાત્રવટ જીતે છે તેના પર બધાની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે સુરત બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર છેલ્લી ઘડીએ હટી જતાં આ બેઠક ભાજપ બિનહરીફ જીત્યું છે. ગુજરાતના કુલ 266 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે.
સવારે 8 વાગ્યે પોસ્ટલ બેલેટ મતોની ગણતરી શરૂ થશે. પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમનાં મતોની ગણતરી શરૂ કરાશે. તમામ કાઉન્ટિંગ સેન્ટર પર થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે. જેમાં મતગણતરી રૂમ ઉપર CAPF ની કંપની તૈનાત રહેશે. મતગણતરી બિલ્ડિંગમાં એસઆરપીએફ ની કંપની તૈનાત રહેશે. મતગણતરી કેન્દ્રનાં કેમ્પસની બહાર સ્થાનિક પોલીસની સુરક્ષા રહેશે. તેમજ મતગણતરી કેન્દ્ર સ્ટ્રોંગ રુમનાં દરવાજાની બહાર CRPF નો બંદોબસ્ત રહેશે.
ગુજરાતની 26 બેઠકો પર વિજેતા ઉમેદવારોની યાદી
નંબર | લોકસભા બેઠક | ભાજપ | કોંગ્રેસ | કોણ જીત્યું | કેટલા મત મળ્યા |
1 | કચ્છ (SC) | વિનોદ ચાવડા | નીતિશભાઈ લાલન | વિનોદ ચાવડા | 659574 |
2 | બનાસકાંઠા | રેખાબેન ચૌધરી | ગેનીબેન ઠાકોર | ગેનીબેન ઠાકોર | 671883 |
3 | પાટણ | ભરતસિંહ ડાભી | ચંદનજી ઠાકોર | ભરતસિંહ ડાભી | 591917 |
4 | મહેસાણા | હરિભાઈ પટેલ | રામજી ઠાકોર | હરિભાઈ પટેલ | 686406 |
5 | સાબરકાંઠા | શોભનાબેન બારૈયા | ડો.તુષાર ચૌધરી | શોભનાબેન બારૈયા | 677318 |
6 | ગાંધીનગર | અમિત શાહ | સોનલ પટેલ | અમિત શાહ | 1010972 |
7 | અમદાવાદ પૂર્વ | હસમુખ ભાઈ પટેલ | હિંમતસિંહ પટેલ | હસમુખ ભાઈ પટેલ | 770459 |
8 | અમદાવાદ પશ્ચિમ (SC) | દિનેશ મકવાણા | ભરત મકવાણા | દિનેશ મકવાણા | 611704 |
9 | સુરેન્દ્ર નગર | ચંદુભાઈ શિહોરા | ઋત્વિક ભાઈ મકવાણા | ચંદુભાઈ શિહોરા | 669749 |
10 | રાજકોટ | પરશોતમ રૂપાલા | પરેશ ધાનાણી | પરશોતમ રૂપાલા | 857984 |
11 | પોરબંદર | મનસુખ માંડવિયા | લલિત વસોયા | મનસુખ માંડવિયા | 633118 |
12 | જામનગર | પૂનમ મેડમ | જેપી મારવિયા | પૂનમ મેડમ | 620049 |
13 | જુનાગઢ | રાજેશ ચુડાસમા | હીરાભાઈ જોટવા | રાજેશ ચુડાસમા | 584049 |
14 | અમરેલી | ભરતભાઈ સુતરીયા | જેનીબેન ઠુમ્મર | ભરતભાઈ સુતરીયા | 580872 |
15 | ભાવનગર | નિમ્બુબેન બાંભણિયા | ઉમેશ મકવાણા | નિમ્બુબેન બાંભણિયા | 716883 |
16 | આણંદ | મિતેશ પટેલ | અમિત ચાવડા | મિતેશ પટેલ | 612484 |
17 | ખેડા | દેવુસિંહ ચૌહાણ | કાલુ સિંહ ડાભી | દેવુસિંહ ચૌહાણ | 744435 |
18 | પંચમહાલ | રાજપાલ સિંહ જાધવ | ગુલાબસિંહ ચૌહાણ | રાજપાલ સિંહ જાધવ | 794579 |
19 | દાહોદ (SC) | જસવંતસિંહ ભાભોર | પ્રભાબેન તાવીયાડ | જસવંતસિંહ ભાભોર | 688715 |
20 | વડોદરા | ડૉ. હેમાંગ જોષી | જશપાલસિંહ પઢિયાર | ડૉ. હેમાંગ જોષી | 873189 |
21 | છોટા ઉદેપુર (ST) | જશુભાઈ ભીલુભાઈ રાઠવા | સુખરામ રાઠવા | જશુભાઈ ભીલુભાઈ રાઠવા | 796589 |
22 | ભરૂચ | મનસુખ વસાવા | ચૈત્ર વસાવા | મનસુખ વસાવા | 608157 |
23 | બારડોલી (ST) | પ્રભુભાઈ વસાવા | સિદ્ધાર્થ ચૌધરી | પ્રભુભાઈ વસાવા | 763950 |
24 | સુરત | મુકેશ ભાઈ દલાલ | નિલેશ કુંભાણી | મુકેશ દલાલ | 0 |
25 | નવસારી | સી.આર.પાટીલ | નૈશાદભાઈ દેસાઈ | સી.આર.પાટીલ | 1031065 |
26 | વલસાડ (ST) | ધવલ પટેલ | અનંતભાઈ પટેલ | ધવલ પટેલ | 764226 |
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો જીતી છે . જેમાં સુરત લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠક પર ભાજપે બિનહરીફ જીત મેળવી હતી. આવી સ્થિતિમાં ભાજપે મતદાન બાદ એક બેઠક બિનહરીફ અને 24 બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસે એકમાત્ર બેઠક જીતી છે. બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે. ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારો હારી ગયા હતા. AAPને ઈન્ડિયા એલાયન્સમાં ભરૂચ અને ભાવનગરની બેઠકો મળી હતી.
4.55 PM સી.આર. પાટીલનો વિજય
નવસારી લોકસભા બેઠક પરથી સી.આર.પાટીલનો ભવ્ય વિજય થયો છે. તેઓ 77355 મતોથી આગળ છે. 1031065 મતથી વિજય મેળવ્યો છે.
4.50 PM મનસુખ માંડવિયાનો વિજય
પોરબંદર બેઠક પરથી ડો. મનસુખ માંડવિયાનો ભવ્ય વિજય થયો છે. 380285 મતોથી આગળ છે.
4.42 PM અમિત શાહ 7 લાખ મતોની લીડથી જીત્યા
ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ 7,37,478 મતોથી લીડ મેળવી છે. કુલ 998751 મતોથી તેમને જીત મેળવી છે. કોંગ્રેસ ઉમેદવાર 261273 મત મેળવ્યા છે. સૌથી વધુ મત અમિત શાહને ઘાટલોડિયા મતવિસ્તારમાંથી મેળવ્યા છે.
3.04 PM અમદાવાદ પૂર્વ બેઠક
અમદાવાદ પૂર્વ બેઠક પર 26 રાઉન્ડના અંતે ભાજપના હસમુખ પટેલનો 457881 મતની લીડથી ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલને 303111 મત મળ્યા છે.
2-35 PM
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કર્યુ છે કે બનાસકાંઠાના કોગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર રેખાબેન ચૌધરી સામે જીતી ગયા છે. તેઓ 15 હજાર મતથી જીતી ગયા છે.
અમારી બહેન ગેનીબેનને પંદર હજાર કરતા વધારે મતથી બનાસકાંઠાથી વિજયી થયા તે બદલ હાર્દિક અભિનંદન .
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) June 4, 2024
2-05 PM
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ આગળ
સુરેન્દ્રનગર લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર ચંદુભાઈ શિહોરા આગળ મતગણતરી રાઉન્ડ – 21
ભાજપ કુલ મત 629891
કોંગ્રેસ કુલ મત 379800
ભાજપનાં ચંદુભાઇ શિહોરા 250091 મતથી આગળ
1-54 PM
વલસાડ અને ડાગમાં ભાજપનો વિજય નિશ્ચિત. વલસાડ અને ડાંગમાં ભાજપનો મત નિશ્ચિત માનવામાં આવે છે. વલસાડના ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો વિજય થયો છે.
1-34 PM
મહેસાણા, ગીર-સોમનાથ, રાજકોટ અને ગાંધીનગરમાં ભાજપની ભવ્ય જીત નિશ્ચિત થઈ ગઈ છે.
1-15 PM
ગાંધીનગરથી અમિત શાહની જીત નિશ્ચિત છે
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ 4,88,250 મતોથી આગળ છે. અમિત શાહને અત્યાર સુધીમાં 6 લાખ 56 હજાર 915 વોટ મળ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ 4,88,250 મતોથી આગળ છે.
12:34 PM
વડોદરા લોકસભા ભાજપ આગળ
ડો.હેમાંગ જોશી -ભાજપ- 567132 મત
જસપાલસિંહ પઢીયાર -કોંગ્રેસ- 203178 મત
ભાજપ 363954 મતથી આગળ
12:21 PM
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકદિનેશ મકવાણા ભાજપ ઉમેદવાર 13 રાઉન્ડ બાદ પણ આગળ
કુલ રાઉન્ડ 13 પૂર્ણ
ભાજપ 2,26,061 વોટથી આગળ
12:05 PM
ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન નાગાજી ઠાકોર ભાજપના ઉમેદવાર ડો.આર.એચ.ચૌધરી ઉપર લીડ મેળવવામાં સફળ થયા છે. તેઓ ભાજપના ઉમેદવાર કરતાં 239 મતોથી આગળ છે.
11:47 AM
ભરૂચ પર ભાજપ આગળ
ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માં કુલ 23 રાઉન્ડમાંથી દશમાં રાઉન્ડ ના અંતે આપ’ના ઉમેદવાર ચૈતર વસાવાને મળેલ મતો 290014 ભાજપનાં મનસુખભાઇને 3,53,019 મતો. ભાજપ 63005 મતોથી આગળ.
12.00. A.M.
ખેડાની લોકસભા બેઠક પર ભાજપના કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણનો વિજય નિશ્ચિત મનાય છે.
11.45. A.M.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે.
11.20. A.M.
લોકસભા ચૂંટણી 2024માં કેન્દ્રીય પ્રધાન અમિત શાહ 5.25 લાખથી આગળ છે. આ જ રીતે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ પણ ત્રણ લાખથી આગળ છે.
11-05 A.M.
ભાવનગર બોટાદ -15 લોકસભા
ભાજપ
નિમુબેન બાંભણીયા 237255
આપ
ઉમેશ મકવાણા 83206
નિમુબેન 154049 લીડ
10.39 A.M.
જુનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમાની જીત થઇ છે .
10.30 A.M.
ગુજરાતમાં ભાજપ 24 બેઠક પર અને કોંગ્રેસ એક બેઠક પર આગળ છે. લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરી બાદ હવે પરિણામો આવવાનાં શરૂ થઈ ગયા છે. તો દાહોદમાંથી જશવંતસિંહ ભાભોર આગળ છે. જ્યારે જામનગરમાં પૂનમબેન માંડમ આગળ ચાલી રહ્યા છે.જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, જામનગર, પાટણમાં કોંગ્રેસ આગળ છે.
10.15. A.M.
બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર 6 હજાર 477 મતથી આગળ
જૂનાગઢથી હીરા જોટવા 5 હજાર 969 મતથી આગળ.
પાટણથી ચંદનજી ઠાકોર 3 હજાર 753 મતથી આગળ.
રાજકોટથી પરશોત્તમ રૂપાલા 71 હજાર 666 મતથી આગળ.
અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ 42 હજાર 394 મતથી આગળ.
નવસારીથી સી.આર.પાટીલ 65 હજાર 70 મતથી આગળ.
જામનગરથી જે.પી.મારવીયા 1545 મતથી આગળ.
વલસાડથી ભાજપના ધવલ પટેલ 85 હજાર 720 મતથી આગળ.
સાબરકાંઠાથી ભાજપના શોભનાબેન 5 હજાર 789 મતથી આગળ.
ભરૂચમાં મનસુખ વસાવા 41 હજાર મતોથી આગળ.
છોટા ઉદેપુરથી જશુ રાઠવા 71 હજાર 863 મતથી આગળ.
જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમા 777 મતથી આગળ.
વડોદરાથી હેમાંગ જોશી 71 હજાર 510 મતથી આગળ.
આણંદથી મિતેશ પટેલ 9 હજાર 213 મતથી આગળ.
પોરબંદરથી મનસુખ માંડવીયા 54 હજાર 965 મતથી આગળ.
અમરેલીથી ભરત સુતરીયા 22 હજાર 800 મતથી આગળ.
10.00 A.M.
અમદાવાદ પૂર્વમાંથી હસમુખ પટેલ જીત્યા છે. ગુજરાતનું સૌપ્રથમ પરિણામ છે.
પંચમહાલથી રાજપાલસિંહ જાદવ પણ જીત્યા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 90 હજાર વોટથી આગળ છે અને તેમની સરસાઈ ઉત્તરોતર વધી રહી છે.
ગુજરાતમાં કુલ 26માંથી 25 લોકસભા બેઠકોની ચૂંટણીમાં ભાજપ 19 પર અને કોંગ્રેસની આગેવાનીનું જોડાણ 6 બેઠક પર આગળ ચાલી રહ્યું છે.
8.45 A.M.
ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, જામનગરમાં કોંગ્રેસના જૈપી મારવૈયા અને ભરૂચમાં ચૈતર વસાવા આગળ ચાલી રહ્યા છે.
રાજકોટની બેઠક પર પરસોત્તમ રૂપાલા 15000 વોટથી આગળ છે. આમ રાજકોટની બેેઠક પર ભાજપ શાનદાર દેખાવ કરવામાં સફળ રહ્યું લાગે છે.
8.35 A.M.
ગુજરાતની 16 બેઠક પર ભાજપ આગળ
ગુજરાતની એક બેઠક પર કૉંગ્રેસ આગળ.
ખેડા બેઠકથી દેવુસિંહ ચૌહાણ આગળ.
જૂનાગઢ બેઠકથી ભાજપના રાજેશ ચુડાસમા આગળ.
કચ્છથી ભાજપના વિનોદ ચાવડા આગળ.
દાહોદથી ભાજપના જશવંતસિંહ ભાભોર આગળ.
છોટા ઉદેપુરથી ભાજપના જશુ રાઠવા આગળ
8-20 A.M.
ગાંધીનગરથી અમિત શાહ આગળ
નવસારી બેઠકથી સી.આર.પાટીલ આગળ.
આણંદથી ભાજપના મિતેશ પટેલ આગળ.
અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ આગળ.
વડોદરાથી ભાજપના હેમાંગ જોશી આગળ.
પોરબંદરથી મનસુખ માંડવીયા આગળ.
અમદાવાદ પશ્ચિમ બેઠકથી ભાજપ આગળ.
પાટણથી કૉંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ.
8-10 A.M.
ગાંધીનગર બેઠક પર સારા દેખાવનો વિશ્વાસ વ્યક્ત કરતાં સોનલ પટેલ
ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલને સારા પરિણામની આશા છે. તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ખૂબ સારા પરિણામો લાવશે. આ વખતે મતદારો ભાજપ સાથે નથી.
#WATCH | Gandhinagar, Gujarat: Sonal Patel, Congress candidate from Gandhinagar Lok Sabha seat says, “We are expecting a good result here. Congress will bring a very good result not only in Gujarat but in the entire India…This time voters are not with them(BJP)…” pic.twitter.com/lZLHPlnewz
— ANI (@ANI) June 4, 2024
8ઃ00 A.M
રાજ્યભરમાં બધા મતગણતરી કેન્દ્રો પર મતગણતરીનો પ્રારંભ
- સુરેન્દ્રનગર શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે સવારે ૮.૦૦ વાગ્યા થી મત ગણતરી હાથ ધરવામાં આવશે
- લોકસભાની ચૂંટણીમાં સમાવિષ્ટ ૦૭ વિધાનસભા બેઠકો માટે ફૂલ ૧૫૬ રાઉન્ડ અને ૯૮ ટેબલ પર હાથ ધરાશે મત ગણતરી.
- પોસ્ટલ બેલેટની મત ગણતરી અલગ થી ૦૩ ટેબલ પર કરવામાં આવશે.
- ૧૫૦૦ થી વધુ કર્મચારીઓ મત ગણતરી પ્રક્રિયામાં જોડાશે.
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવાર થી મત ગણતરીનો પ્રારંભ થશે.
- બપોર સુધીમાં મત ગણતરી પૂર્ણ થતા હાર જીતનું ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતાઓ.
- ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.
#WATCH | Gujarat: Strong room being opened in Anand district ahead of the counting of votes for the #LokSabhaElections2024
Vote counting for #LokSabhaElections2024 to begin at 8 am.
(Source: Information Department) pic.twitter.com/5yyOX7ag7a
— ANI (@ANI) June 4, 2024
04 Jun 2024
7-47
પરસોત્તમ રુપાલાએ મહાદેવને જળાભિષેક કર્યો
ભાજપ લોકસભા બેઠકનો ઉમેદવાર પરષોત્તમ રૂપાલા મહાદેવના દર્શન કર્યા છે. પરષોત્તમ રુપાલાએ મહાદેવને જળાભિષેક કર્યો હતો. કાલાવડ રોડ પર આવેલા ચમત્કારી હનુમાન મંદિર ખાતે હનુમાનજીના દર્શન કર્યા હતા.
04 Jun 2024
7-44
ચૂંટણી અને કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે
મતગણતરી સ્ટાફનું ફર્સ્ટ અને સેકન્ડ રેન્ડમાઇઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે થર્ડ રેન્ડમાઇઝેશન આજે વહેલી સવારે 5 વાગ્યે નિરીક્ષકોની હાજરીમાં કરવામાં આવ્યું છે. મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરીક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે; માત્ર તેવા જ મીડિયાકર્મીઓ પ્રવેશ કરી શકશે.
04 Jun 2024
7-30AM
આણંદ લોકસભા મત વિસ્તારમાં 2 કેન્દ્રો પર મતગણતરી યોજાશે. 30 ચૂંટણી અધિકારી, 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ પર રહેશે.મતગણતરી પ્રક્રિા માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ ફરજ પર રહેશે. 615 વધારાનાં મદદનીશ ચૂંટણી અધિકારીઓ તૈનાત રહેશે. મતગણતરીનાં દરેક ટેબલ પર માઈક્રો-ઓબ્ઝર્વર રહેશે. મતગણતરીનાં દરેક ટેબલ પર કાઉન્ટિંગ સુપરવાઈઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ રહેશે. કાઉન્ટિંગ હોલમાં 2 માઈક્રો-ઓબ્ઝર્વર ફરજ પર રહેશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી થશે. તેમજ ઓબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલાશે.EVM રાઉન્ડવાઈઝ કાઉન્ટીગ હોલમાં લવાશે.
04 Jun 2024
7-15 AM
- બનાસકાંઠા લોકસભા સીટ- 862 કર્મચારી મતગણતરી કરશે
- લોકસભા બનાસકાંઠા બેઠકની મતગણતરી એન્જીનિયરિંગ કોલેજ, જગાણા ખાતે યોજાશે.
- સવારે 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી
- બનાસકાંઠા બેઠક પર 13 લાખ 62,હજાર 628 મતદારો એ કર્યું છે મતદાન.
- ૧૧, ૪૭૫ પોસ્ટલ બેલેટની મતગણતરી થશે.
- બનાસકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં ૧૪ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે.
- દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે.
- મતગણતરી માટે કુલ 862 થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવશે.
- જિલ્લા પોલીસ વડા સહિત 3 DYSP, 7 PI, 37 PSI, 337 પોલીસ સ્ટાફ, 92 મહિલા પોલીસ કર્મચારીઓ અને 12 ઘોડેસવાર પોલીસ જવાનો સમગ્ર મતગણતરી કેન્દ્રની સુરક્ષામાં ખડેપગે ફરજ નિભાવશે.
- બનાસકાંઠા લોકસભા ચૂંટણી માં ભાજપ કોંગ્રેસ બસપા સહિત કુલ 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં.
06:35 AM (IST)
- 04 Jun 2024
- ભાવનગર લોકસભા બેઠકની મત ગણતરી શહેરના વિદ્યાનગર સરકારી ઈજનેરી કોલેજ ખાતે થોડી વારમાં શરૂ થશે.
- ભાવનગર લોકસભા બેઠક પર કુલ 98 ટેબલ પર થશે મત ગણતરી.
- ઇવીએમ માં કુલ 1033629 મતો ની થશે ગણતરી, તેમજ પોસ્ટલ બેલેટના કુલ 11923 મતો ની થશે ગણતરી.
- 7 વિધાનસભાનાં 7 હોલ અને 3 એવા હશે. જેમાં બેલેટ પેપરની ગણતરી થશે. 7 વિધાનસભામાં લગભગ 785 જેટલા મત ગણતરી એજન્ટોની નિમણૂક કરવામાં આવેલી છે.
- મત ગણતરીમાં અંદાજીત 1500 જેટલા કર્મચારીઓ જોડાશે.
- ભાવનગર લોકસભા બેઠકની 7 વિધાનસભાની બેઠક દીઠ કુલ 98 ટેબલ પર ઇવીએમ ની મત ગણતરી કરવામાં આવશે.
- લોકસભા બેઠકમાં ઇવીએમ ની કુલ 144 રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવશે.
- તેમજ પોસ્ટલ બેલેટ માટે કુલ 37 ટેબલો પર બેલેટ પેપર ની મત ગણતરી કરવામાં આવશે.
- મત ગણતરીની સમગ્ર પ્રક્રિયાનું સીસીટીવી દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે.
ગુજરાતની 25 બેઠકોના ચૂંટણી પરિણામનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતના અને બે કેન્દ્રીય પ્રધાનોનું ભાવિ મતદાન પેટીમાં કેદ થઈ ગયું છે તે આજે ખૂલશે. તેમા કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અને મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. જો કે રોમાંચક મુકાબલો તો રાજકોટની બેઠકનો રહેશે. પરસોત્તમ રૂપાલા જીતે છે કે ક્ષત્રિયોની ક્ષાત્રવટ જીતે છે તેના પર બધાની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે સુરત બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર છેલ્લી ઘડીએ હટી જતાં આ બેઠક ભાજપ બિનહરીફ જીત્યું છે. ગુજરાતના કુલ 266 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે.
સવારે 8 વાગ્યે પોસ્ટલ બેલેટ મતોની ગણતરી શરૂ થશે. પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમનાં મતોની ગણતરી શરૂ કરાશે. તમામ કાઉન્ટિંગ સેન્ટર પર થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે. જેમાં મતગણતરી રૂમ ઉપર CAPF ની કંપની તૈનાત રહેશે. મતગણતરી બિલ્ડિંગમાં એસઆરપીએફ ની કંપની તૈનાત રહેશે. મતગણતરી કેન્દ્રનાં કેમ્પસની બહાર સ્થાનિક પોલીસની સુરક્ષા રહેશે. તેમજ મતગણતરી કેન્દ્ર સ્ટ્રોંગ રુમનાં દરવાજાની બહાર CRPF નો બંદોબસ્ત રહેશે.