Gold Silver Rate/ આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવના

2024ના રોજ પૂરા થતા ચાંદીના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ MCX પર…………..

Business Top Stories
Image 50 1 આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવના

Business News: આપણા દેશમાં સોનાનું ઘણું મહત્વ છે. સાંસ્કૃતિક રીતે અને રોકાણ માટે શ્રેષ્ઠ કહેવાય છે. લગ્નસરાની મોસમમાં તેમજ તહેવારોમાં પરંપરાગત સંબંધો પણ જાળવી રાખે છે.

આજે 29 એપ્રિલના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 72,000 રૂપિયાની આસપાસ સ્થિર રહી છે. શુદ્ધ 24-કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 72,920 પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે 22-કેરેટ સોનાનું મૂલ્ય આશરે રૂ. 66,840 હતું. સાથે સાથે, ચાંદીના બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, જે ઘટીને રૂ. 83,900 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો હતો.

આજે MCX એ 5 જૂન, 2024 ના રોજ પૂરા થતા સોનાના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સમાં સક્રિય ટ્રેડિંગ જોવા મળ્યું. આ કોન્ટ્રાક્ટ્સની કિંમત 10 ગ્રામ દીઠ રૂ. 71,191 હતી. વધુમાં, 5 જુલાઈ, 2024ના રોજ પૂરા થતા ચાંદીના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ MCX પર રૂ. 82,386 બોલાયા હતા.

ચાંદી આજે રૂપિયા 81000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. આ વર્ષે ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:IITના વિદ્યાર્થીઓએ પોતાનું એન્જીનિયરનું દિમાગ ચલાવ્યું, આજે 600 મિલિયન ડોલરની કંપની બની ગઈ!

આ પણ વાંચો:અમેરિકાની વધુ એક બેંક નાદાર, આખરે કેવી રીતે કટોકટીની સર્જાઈ?