Business News: એક તરફ ચીનમાં બેંકિંગથી લઈને રિયલ એસ્ટેટની કટોકટી ચરમસીમા પર છે. તો બીજી તરફ અમેરિકામાં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. બેંકિંગ કટોકટી અહીં વધુ ઘેરી બની છે અને રિપબ્લિક ફર્સ્ટ બેંક તેનું નવું ઉદાહરણ બની ગયું છે. વર્ષ 2024ની આ પહેલી અમેરિકન બેંક છે જે નાદાર થઈ ગઈ છે. માહિતી મુજબ, ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC) એ તમામ ખામીઓને બહાર લાવી બેંકને સીઝ કરી દીધી છે. પણ આવી સ્થિતિ કેવી રીતે ઉત્પન્ન થઈ?
વિદેશી અહેવાલ મુજબ, અમેરિકન બેંકિંગ ક્ષેત્ર માટે આ વર્ષના સૌથી મોટા ખરાબ સમાચાર આવ્યા છે. FDIC એ જણાવ્યું હતું કે અમેરિકન નિયમનકારોએ(રેગ્યુલેટર્સ) રિપબ્લિક ફર્સ્ટ બેન્કોર્પને જપ્ત કરી લીધું છે અને તેને ફુલટન બેન્કને વેચવા માટે સંમત થયા છે.
31 જાન્યુઆરી 2024 સુધી આ બેંકના અહેવાલ મુજબ ફુલટન બેંકે(Fulton Bank) તેની નિષ્ફળતા બાદ હવે રિપબ્લિક ફર્સ્ટ બેંકનો કબજો લીધો છે. ફુલટન બેંકે આ બેંકની તમામ થાપણો અને સંપત્તિઓ ખરીદી લીધી છે. એટલું જ નહીં, શનિવારથી રિપબ્લિક ફર્સ્ટ બેંકની 32 શાખાઓ પણ ફૂલટન બેંક બ્રાન્ચના નામે ખોલવામાં આવી છે. આ પહેલા સિટીઝન બેંક, સિલિકોન વેલી અને સિગ્નેચર બેંક પણ બંધ થઈ ચુકી છે, જે અમેરિકામાં બેંકિંગ કટોકટીનું મોટું ઉદાહરણ છે.
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેંકમાં કટોકટી ગયા વર્ષથી વધુ ઘેરી બની હતી, જ્યારે બેંકે કર્મચારીઓની નોકરીઓમાં મોટો કાપ મૂકવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, તે મોર્ટગેજ બિઝનેસમાંથી બહાર નીકળી ગઈ, તેની પાછળનું કારણ ઊંચો ખર્ચ અને નફામાં સુધારાનો અભાવ હતો. વર્ષ 2024 સુધીમાં, બેંકના શેર પણ ખરાબ સ્થિતિમાં હતા અને 26 એપ્રિલના રોજ, બેંકના એક શેરની કિંમત ડોલર 2 થી ઘટીને લગભગ 1 સેન્ટ થઈ ગઈ હતી અને તેની બજાર મૂડી(Market Capitalization) ઘટીને ડોલર 2 મિલિયનથી ઓછી થઈ ગઈ હતી.
બેંકની નિષ્ફળતાનું આ પણ મોટું કારણ છે!
આ રીતે બેંકોની નિષ્ફળતા પાછળ ઘણા કારણો છે, પરંતુ તેમાંથી સૌથી મોટું કારણ મિલકત સામે લીધેલી બાકી લોનના મૂલ્યમાં સતત ઘટાડો છે. નોંધનીય છે કે ઉચ્ચ સ્તરના વ્યાજ દરો (યુએસ પોલિસી રેટ) અને કોમર્શિયલ રિયલ એસ્ટેટના મૂલ્યમાં ઘટાડાથી ઘણી પ્રાદેશિક અને સામુદાયિક બેંકો માટે નાણાકીય જોખમ વધ્યું છે. તેની પાસે $6 બિલિયનની સંપત્તિ અને લગભગ $4 બિલિયનની થાપણો હતી. આ બેંકની નિષ્ફળતા બાદ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ફંડને લગભગ 667 મિલિયન ડોલરનો બોજ ઉઠાવવો પડી શકે છે.
આ પણ વાંચો:ભાવ ઘટતા સોનાની ખરીદીમાં જોવા મળ્યો રસ
આ પણ વાંચો:શેરબજારમાં આજે બજાર ખુલતા સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત શરૂઆત
આ પણ વાંચો:પર્સનલ લોનની તમારી ક્રેડિટ પ્રોફાઇલ પર શું પડે છે અસર