ભારતીયો પર હુમલો/ કિર્ગીસ્તાનમાં પરિસ્થિતિ વણસી, ‘છોકરીઓના રેપ થાય છે, અમારી મદદ કરો’ ગભરાયેલી ગુજરાતી વિદ્યાર્થીની ગુહાર

કિર્ગીસ્તાનમાં વિદેશી વિદ્યાર્થી પર થયેલ હુમલા બાદ સ્થિતિ વધુ વણસી છે. કિર્ગિસ્તાનમાં 13 મેથી હિંસા ભડકી રહી છે. કિર્ગીસ્તાનમાં ફેલાયેલ આવા અરાજકતાના માહોલમાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 05 23T133920.862 કિર્ગીસ્તાનમાં પરિસ્થિતિ વણસી, 'છોકરીઓના રેપ થાય છે, અમારી મદદ કરો' ગભરાયેલી ગુજરાતી વિદ્યાર્થીની ગુહાર

કિર્ગીસ્તાનમાં વિદેશી વિદ્યાર્થી પર થયેલ હુમલા બાદ સ્થિતિ વધુ વણસી છે. કિર્ગિસ્તાનમાં 13 મેથી હિંસા ભડકી રહી છે. કિર્ગીસ્તાનમાં ફેલાયેલ આવા અરાજકતાના માહોલમાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. ત્યાં ફસાયલે ગુજરાતના વિદ્યાર્થીઓ મદદ માટે પોકાર કરી રહ્યા છે. સુરતના 100 કરતા વધુ વિધાર્થીઓ અંહી ફસાયા છે. એક ગુજરાતી વિદ્યાર્થીની આ ઘટના બાદ ડરી ગઈ છે. આ વિદ્યાર્થીનીએ સોશીયલ મીડિયા મારફતે મદદ માંગતા કહ્યું કે ‘અંહી ભયનો માહોલ છે છોકરીઓ પર રેપ થઈ રહ્યા છે અમારી મદદ કરો.’

ગુજરાતી યુવતીનું છલકાયું દર્દ
સુરતની રીયા લાઠીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે અંહી ભયનો માહોલ છે. છોકરીઓના રેપ કરવામાં આવી રહ્યા છે. તે ખૂબ ડરી ગઈ છે. તે શક્ય બને તેટલી વહેતી તકે ભારત પરત આવવા માંગે છે. વધુમાં તેણે એક મીડિયા ચેનલ સાથે વાત કરતા કહ્યું કે તે એક ફલેટમાં રહે છે. તેની સાથે અન્ય 4 સાઉથ ઇન્ડિયાની છોકરીઓ પણ છે. વિદ્યાર્થીઓ પર થયેલ હુમલાના કારણે ત્યાં સર્જાયેલ હિંસક સ્થિતિના કારણે તેઓ બહાર નીકળી શકતા નથી. તેઓ લગભગ છેલ્લા સાતેક દિવસથી ફલેટની અંદર જ છે. તેઓ જ્યાં રહે છે ત્યાં યુનિવર્સિટી દ્વારા તેમને ખાવાનું પંહોચાડવામાં આવે છે. જો કે ખરાબ સ્થિતિના કારણે તેઓ ફલેટનું બારણું પણ ખોલતા નથી.

વિદ્યાર્થીએ જણાવ્યું કે આ ઘટના 13 મેથી શરૂ થઈ હતી. કિર્ગિસ્તાનના કેટલાક સ્થાનિક લોકો દારૂ પીતા હતા. એક સ્થાનિકે નશામાં ધૂત પાકિસ્તાની વિદ્યાર્થીને સિગારેટ માંગી, તેણે તે આપી નહીં કે તેની પાસે નથી. શું થયું તે ખબર નથી, પરંતુ આ બાબતે ઝઘડો થયો હતો. જે બાદ સ્થાનિકે પાકિસ્તાની વિદ્યાર્થીને માર માર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. જે બાદ તે તેના અન્ય સહયોગીઓ સાથે પાકિસ્તાની વિદ્યાર્થીના ફ્લેટમાં આવ્યો હતો અને ત્યાંથી તેનો સામાન ચોરી ગયો હતો. તે પછી શું થયું તે જાણી શકાયું નથી. પરંતુ ફરીથી 17મી તારીખે ત્રણ લોકો ઈજિપ્તના લોકોની હોસ્ટેલમાં ઘૂસી ગયા અને છોકરીઓની છેડતી કરી, ત્યારબાદ ઈજિપ્તના લોકોએ સ્થાનિકોને માર માર્યો. ત્રણેય ત્યાંથી ભાગી જાય છે, થોડીવાર પછી 100-150 સ્થાનિક લોકો ત્યાં પહોંચી જાય છે અને લડાઈ શરૂ કરે છે. તે પછી, આ લોકો ત્યાં દેખાતા સ્થાનિક વિદ્યાર્થીઓ સિવાય દરેકને મારતા હતા.

મદદની લગાવી ગુહાર
રીયા કહે છે કે જે બન્યું તે સ્થાનિકો અને અરેબિયન વિદ્યાર્થીઓ વચ્ચેનો બનાવ હતો. પરંતુ આ બનાવ બાદ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારત જેવા અન્ય વિદેશી વિદ્યાર્થીઓને કેમ નિશાન બનાવાયા છે તે સમજાતું નથી. અંહી છોકરીઓને ઉઠાવી જઈ તેમના પર રેપ કરવામાં આવે છે. સરકાર અને કોલેજ તરફથી નોટિસ મળી છે કે 7 દિવસ સુધી કોઈએ રૂમ છોડવાના નથી. 17મી મેથી એક મિનિટ માટે અમે બહાર નીકળ્યા નથી. આ લોકો સ્થાનિક લોકો સાથે કંઈ કરતા નથી, પરંતુ વિદેશી વિદ્યાર્થીઓને જોતા જ તેમના પર હુમલો કરે છે. રવિવારે જ એક વિદ્યાર્થીનો હાથ 500 મીટર દૂરથી કાપી નાખવામાં આવ્યો હતો, ત્યારબાદ ગેટ અંદરથી બંધ કરી દેવામાં આવ્યો છે, બારીઓ પણ બંધ છે, અગાઉના લોજિસ્ટિક્સ સામગ્રી સાથે કામ ચાલી રહ્યું છે.

સુરતના પરિવારની રીયા લાઠીએ ભારત આવવા સરકારની મદદ માંગી છે. આ મામલામાં ભારત સરકાર હસ્તક્ષેપ કરે તો ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ વતન પરત આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરી. કિર્ગીસ્તાનમાં સ્થાનિક વિધાર્થીઓના હુમલા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. કિર્ગીસ્તાનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ મામલે તેમને મદદ મળે માટે તેઓ વિદેશ મંત્રી સાથે સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છે.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ગત સપ્તાહે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં કેટલાક સ્થાનિક લોકોએ પાકિસ્તાન અને ઇજિપ્તના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ પછી મામલો વધુ વણસી ગયો. 13 મેના રોજ વાયરલ થયેલા આ લડાઈના વીડિયોમાં પાકિસ્તાન અને ઈજિપ્તના વિદ્યાર્થીઓ હતા. પરંતુ તેનાથી સ્થાનિક લોકો એટલા ગુસ્સે થયા કે તેઓએ તમામ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. કિર્ગીસ્તાનમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનના વિદ્યાર્થીઓ પણ ફસાયા હોવાનું સામે આવ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અનંતનાગ-રાજૌરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 25 મેના રોજ થશે મતદાન, આજથી ચૂંટણી પ્રચાર સમાપ્ત

 આ પણ વાંચો:પોલીસ કેજરીવાલના માતાપિતાની પૂછપરછ કરશે, બિભવ કુમારને આજે કોર્ટમાં રજૂ કરાશે

 આ પણ વાંચો:દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, તમામ પક્ષો પ્રચારમાં લગાવશે જોર