ધમકી/ ‘ભારત જોડો યાત્રા’ માટે MP આવતા પહેલા રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ભારત જોડો યાત્રાને મધ્યપ્રદેશ પહોંચતા પહેલા ઈન્દોરમાં રાહુલ ગાંધીના નામે ધમકીભર્યો પત્ર મળતાં ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

Top Stories India
ભારત જોડો યાત્રા

ભારત જોડો યાત્રાને મધ્યપ્રદેશ પહોંચતા પહેલા ઈન્દોરમાં રાહુલ ગાંધીના નામે ધમકીભર્યો પત્ર મળતાં ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે.

ઈન્દોરમાં વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ ધમકીભર્યો પત્ર શુક્રવારે સવારે મીઠાઈની દુકાનની બહાર કોઈ અજાણ્યા શખ્સે મુક્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

વાસ્તવમાં પત્રમાં રાહુલ ગાંધીને ‘ભારત જોડો યાત્રા’ ઈન્દોર પહોંચવા પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે એક ખાનગી માધ્યમને આ વાત પુષ્ટિ આપી છે કે કલમ 507 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

ભારત જોડો યાત્રાનો આજે 72મો દિવસ છે. તે 20 નવેમ્બરે બુલઢાણા જિલ્લા (મહારાષ્ટ્ર)ના જલગાંવ જામોદથી મધ્યપ્રદેશના બુરહાનપુરમાં પ્રવેશ કરશે. આ પછી 21 નવેમ્બરે આરામ કરવામાં આવશે.

આ પણ વાંચો:શું રાજકુમાર રાવ બનવા જઈ રહ્યો છે પિતા? શહનાઝ ગિલ સામે થયો મોટો ખુલાસો

આ પણ વાંચો:200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળી રાહત,

આ પણ વાંચો:રસ્તા પર મગફળી વેચી રહ્યો છે સુનિલ ગ્રોવર? વીડિયો જોઈને ફેન્સ થયા હેરાન, કહ્યું-