રાજકીય/ PM મોદીની મેવાડ મુલાકાત માટે ભાજપે બનાવી આ રણનીતિ, દેશભરમાંથી આટલા લાખ લોકો પહોંચશે રાજસ્થાન

પીએમ મોદીની જાહેર સભા માટે સ્થાનિક નેતાઓથી લઈને કેન્દ્રીય મંત્રીઓએ આસિંદમાં ધામા નાખ્યા છે, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ, પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા સહિત ઘણા મોટા નેતાઓએ બેઠક લીધી હતી

Top Stories India
PM Modi In Rajasthan

PM Modi In Rajasthan: રાજસ્થાનમાં ભગવાન દેવનારાયણની 1111મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. ભીલવાડા જિલ્લાના આસિંદ વિધાનસભા ક્ષેત્રમાં માલસેરી ડુંગરી ખાતે 28 જાન્યુઆરીએ ભગવાન દેવનારાયણ જન્મ મહોત્સવના અવસરે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. પીએમ મોદી માલસેરી ડુંગરી સ્થિત દેવનારાયણ મંદિરમાં દર્શન કર્યા બાદ જનસભાને સંબોધશે. ભાજપ પીએમના આગમનની તૈયારીઓમાં લાગી ગયું છે.

ભીલવાડામાં પીએમ મોદીની જનસભાને સફળ બનાવવા માટે ભાજપના નેતાઓ તૈયારીઓમાં લાગેલા છે. પાર્ટીએ સ્ટેટ વર્કિંગ કમિટીની બેઠકમાં જાહેર સભા માટે રણનીતિ ઘડી હતી. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, રાજ્ય સંગઠન મહાસચિવ ચંદ્રશેખર, રાષ્ટ્રીય સચિવ અને રાજ્યના સહ પ્રભારી વિજયા રાહટકરે પદાધિકારીઓને સંબોધિત કરતી વખતે પીએમની બેઠક વિશે વિગતવાર ચર્ચા કરી. બેઠકમાં ભાજપના મિશન 2023 અને 2024ના વિજય સંકલ્પ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જાહેર સભામાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી પાર્ટીના કાર્યકરો આસિંદ પહોંચશે.

પીએમ મોદીની જાહેરસભાને સફળ બનાવવા માટે સ્થાનિક નેતાઓથી લઈને કેન્દ્રીય મંત્રીઓ આસિંદમાં ધામા નાખ્યા છે. કેન્દ્રીય મંત્રી અને બીકાનેરના સાંસદ અર્જુન રામ મેઘવાલ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા અને ઘણા મોટા નેતાઓએ ભીલવાડામાં બીજેપી કાર્યકર્તાઓની બેઠક લીધી. કાર્યકરો પીળા ચોખાનું વિતરણ કરીને લોકોને કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ આપી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકા ગુર્જરે પીળા ચોખા વિતરણની જવાબદારી સંભાળી છે.

નોંધનીય છે કે રાજ્યભરના પક્ષના અધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો અને પૂર્વ મંત્રીઓને જાહેર સભાઓમાં ભીડ એકત્ર કરવા સૂચના આપવામાં આવી છે. આસિંદના ધારાસભ્ય જબ્બાર સિંહ સાંખલાએ દાવો કર્યો છે કે દેવનારાયણ ભગવાનની જન્મજયંતિના અવસરે પીએમ મોદીની સભામાં દેશભરમાંથી લગભગ પાંચ લાખ લોકો આવવાના એંધાણ છે. તેના આધારે વહીવટીતંત્ર તૈયારીઓમાં લાગેલું છે. અહીં આવતા લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ભીલવાડાના કલેક્ટર આશિષ મોદી અને એસપી આદર્શ સિદ્ધુએ સ્થળ પર પહોંચ્યા બાદ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.

આ પણ વાંચો/ અબ ક્યા હોગા!/ નવજોત સિંહ સિદ્ધુની મુક્તિ પર ઊભી થઇ સમસ્યા, આ કારણે હજુ નથી મળી પંજાબ સરકારની મંજૂરી