Not Set/ દેશમાં કોરોના રિકવરી દર 71.61 ટકા છે, દિલ્હીમાં કોવિડ -19 દર્દીઓ જલ્દી સ્વસ્થ થઈ રહ્યા છે

  છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં 57,381 કોરોનાના દર્દીઊ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેને લઈને દેશના રાષ્ટ્રીય સરેરાશ કોરોના રિકવરી દર વધી ને  71 ટકાને પાર પહોચ્યો છે. જે 71.61 ટકા સુધી જય પહોચ્યો છે. કેન્દ્રિય આરોગ્ય અને કુટુંબ કલ્યાણએ શનિવારે કહ્યું હતું કે દેશના 32 રાજ્યોમાં કોરોના રિકવરી દર 50 ટકાથી […]

India
1ea0e7804115b06113dfdd3690f43095 દેશમાં કોરોના રિકવરી દર 71.61 ટકા છે, દિલ્હીમાં કોવિડ -19 દર્દીઓ જલ્દી સ્વસ્થ થઈ રહ્યા છે
1ea0e7804115b06113dfdd3690f43095 દેશમાં કોરોના રિકવરી દર 71.61 ટકા છે, દિલ્હીમાં કોવિડ -19 દર્દીઓ જલ્દી સ્વસ્થ થઈ રહ્યા છે 

છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં 57,381 કોરોનાના દર્દીઊ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેને લઈને દેશના રાષ્ટ્રીય સરેરાશ કોરોના રિકવરી દર વધી ને  71 ટકાને પાર પહોચ્યો છે. જે 71.61 ટકા સુધી જય પહોચ્યો છે. કેન્દ્રિય આરોગ્ય અને કુટુંબ કલ્યાણએ શનિવારે કહ્યું હતું કે દેશના 32 રાજ્યોમાં કોરોના રિકવરી દર 50 ટકાથી વધુ છે અને દસ રાજ્યોમાં રિકવરી દર રાષ્ટ્રીય સરેરાશ રિકવરી દર કરતાં પણ વધુ છે. રિકવરી દરની દ્રષ્ટિએ દિલ્હી પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, તેલંગાણા, ઓડિશા અને જમ્મુ કાશ્મીરમાં પણ કોરોના રિકવરી દર વધુ સારા છે.

શનિવારે મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, 14 ઓગસ્ટના રોજ દેશભરમાં કુલ 57,381 કોરોના સંક્રમિતો સ્વસ્થ બન્યા હતા. જેનાથી કોરોના રિકવરી દર અત્યાર સુધીમાં 71.61 ટકા પર પહોંચી ગયો છે. આ રીતે, દેશમાં અત્યાર સુધીમાં 18,08,936 કોરોનાથી સંક્રમિત સ્વસ્થ થયા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 65002 નવા કેસો સામે આવતા સંક્રમિતોનો આંકડો 25,26,192 પીઆર પહોચ્યો છે. જો કે, ચેપના સક્રિય કેસની વાત કરવામાં આવે તો હાલમાં દેશમાં કોરોનના 6,68,220 સક્રિય કેસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.