Not Set/ જે કામવાળી સ્ત્રીઓના હાથનું પાણી પીવું પણ પસંદ નથી તેની કૂખેથી આ પેઢી બાળકો ઝંખે છે…

અમેરિકામાં રહેતા ભારતીયો અને ઇવન અમેરિકન કે વેસ્ટર્ન કન્ટ્રીઝ માટે પણ તે બાબત કોરોના કાળ દરમ્યાન ચિંતનની બની રહી કે, આટલી ગીચ વસ્તી અને સ્વચ્છતાને નામે શૂન્ય રહેલ ભારતમાં કોરોના એ આ દેશોની તુલનાએ ખાસ્સો એવો ઓછો કહેર વર્તાવયો છે.

India Trending Mantavya Vishesh
section 144 1 જે કામવાળી સ્ત્રીઓના હાથનું પાણી પીવું પણ પસંદ નથી તેની કૂખેથી આ પેઢી બાળકો ઝંખે છે...

ભૂખમરાથી જેટલા લોકો નથી મરતા તેટલા લોકો બર્ગર ખાઈને મરવાવાળા હશે…

@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક 

અમેરિકામાં રહેતા ભારતીયો અને ઇવન અમેરિકન કે વેસ્ટર્ન કન્ટ્રીઝ માટે પણ તે બાબત કોરોના કાળ દરમ્યાન ચિંતનની બની રહી કે, આટલી ગીચ વસ્તી અને સ્વચ્છતાને નામે શૂન્ય રહેલ ભારતમાં કોરોના એ આ દેશોની તુલનાએ ખાસ્સો એવો ઓછો કહેર વર્તાવયો છે. અહીં ઇન્ડીયામાં મોતનો રેશિઓ ગીચ વસ્તીની તુલનાએ ઘણો ઓછો છે. જયારે કે, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ભેળ-સેળ થી લઇ સ્વચ્છતા માં ખુબ જ સાવધાની અને કડક કાયદા કાનૂન અવેલેબલ છે. તેમછતાં અમેરિકા જેવા દુનિયામાં અવ્વ્લ ગણાતા દેશમાં કોરોના લોકોને જ નહીં પરંતુ ગવર્મેન્ટને પણ હંફાવી રહ્યો છે.

rina brahmbhatt1 જે કામવાળી સ્ત્રીઓના હાથનું પાણી પીવું પણ પસંદ નથી તેની કૂખેથી આ પેઢી બાળકો ઝંખે છે...

ત્યારે આ સમયે આ મુદ્દો અમેરિકા માટે નહી બલ્કે ખાસ તો ભારતીયો માટે પણ મંથન માંગતો છે કે, આપણે એક ધુળીયા , ગંદા-ગોબરા અને પ્રદુષિત શહેરોમાં રહીયે છીએ. ભેળ-સેળ યુક્ત અને બિનઆરોગ્યપ્રદ ખોરાક આરોગીએ છીએ.. તેમછતાં કોરોના અન્ય વિકસિત દેશોની તુલનાએ ઘણો ઓછો છે. અગર આ ધુલીયા, સખ્ત ગરમી અને પ્રદુષણ ધરાવતા શહેરોની ગીચતા જોતા તો અહીંની સ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

16 Heartbreaking Facts About Life In Indian Slums | Slums, Indian family,  Pictures

ત્યારે આ બાબત ખાસ તો ભારતીય યુવાવર્ગે સમજવા જેવી છે કે, જે દેશ અને દેશની માટીને તમે સતત કોસતા રહો છો.. તે જ માટીની ઊડતી રજકણો, પસીનો અને ગરમ વાતાવરણે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારી છે. સ્ટ્રોંગ બનાવ્યા છે. અહીંની રહેણી-કરણી અને સીધા-સાદા ખોરાકે તમારી પાચન સિસ્ટમ જાળવી રાખી છે. અને ભેળ-સેળ યુક્ત ખોરાકે તમારા બોડીના સેલમાં એક રસીનું કામ કરી તમારા શરીર ને કોઈપણ સ્થિતિ સામે ટક્કર લેવાની
તાકાત આપી છે. તેથી ભારતીય પરંપરાગત શૈલિ ને ગાળો આપી કોસવાને બદલે તમે પણ તમારા જીવનને તે જ ઢાળમાં ઢાળો. કે જે તમારા વડવાઓ જીવ્યા છે.

60% want unhealthy street food banned in city: PMC survey | Hindustan Times

કદાચ કોરોના ને કારણે આપણને આપણી શક્તિઓ અને પરંપરાઓને ઓળખવાની અને તેને માપવાની તક મળી છે. બાકી આજે સ્થિતિ તે છે કે, ભારતના 60 % જેટલા ઘરોમાં આજે પણ અઠવાડિયામાં 4 વાર બહારથી ફૂડ આવે છે. 40 % ઘરોમાં અઠવાડિયામાં 3 વાર, અને સામાન્ય ઘરોમાં પણ અઠવાડિયે એકાદ વાર પિત્ઝા , પાસ્તા કે ઇટાલિયન ઝંક ફૂડ આવે જ છે. ત્યારે અમેરિકામાં રહેતા ભારતીયો ત્યાંના ક્લચરમાં રંગાય કે તે ઢાળ માં ઢળે પરંતુ આપણે ભારતીયોએ તો આજેપણ આપણી જીવન શૈલીને નવાજી તેનો આદર કરવો જોઈએ.

15 common Indian spices and their English names | The Times of India

યાદ રહે કે, આપણી હળદર, મરી- મસાલા અને ખાસ તો 2 ટંક રસોડામાં જાતે તાઝો ખોરાક રાંધી ખાવાની ટેવ ઘણે અંશે આવી મહામારીઓ માં આપણા બચાવનું કારણ બની છે. પરંતુ આજની જનરેશન આ બાબત સમજતી નથી અને ફાસ્ટફૂડ અને ચીજ, પનીર અને મેંદાની બનાવટની ચીજો આરોગી ઓબેસિટીની આમઁત્રી રહી છે.

Study Finds Obesity Itself Raises Risk of Diabetes and Cardiovascular  Disease – Health Essentials from Cleveland Clinic

જેમાં વધુ નહીં તો પણ દેશના 20 % જેટલા છોકરા-છોકરીઓ ઓબેસિટીનો શિકાર બની ચુક્યા છે. લેટ નાઈટ જાગવાનું અને સવારે લેટ ઉઠવાની માનસિકતાએ યુવાનોનું ન ફ્કત જોમ હણ્યું છે પરંતુ ખાસ કરીને છોકરીઓમાં પીસીઓડી (મેન્સ્ટ્રુઅલ ) ની સમસ્યાઓમાં ખાસ્સો તેવો વધારો કર્યો છે. તે સિવાય પણ નાની ઉંમરથી જ પરિયડ્સની લગતી કેટલીય જાતની તકલીફો નોતરી આજની પેઢીએ તેમનું ભવિષ્યને ધૂંધળું બનાવ્યું છે.

Egg Freezing: How Much It Costs and How Women Afford It | Money

જેને પગલે આજે 22 વર્ષથી 30 વર્ષની યુવતીઓમાં પણ એગ્સ ફ્રોઝન કરવાનો ટ્રેન્ડ વધતો ચાલ્યો છે. કેમ કે, કા તો તેમને ફર્ટિલિટી પર વિશ્વાસ નથી અને કા તો તેઓ મોડી ઉંમરે લગ્ન કરવા માંગે છે. જેથી કરીને ભવિષ્યમાં ફર્ટિલિટી ની સમસ્યા હળવી કરવા તેઓ આ પ્રકારની સેવાઓ લઇ રહી છે. જો, કે આમપણ ઓલરેડી ભારતીય જીવનશૈલીમાં આવેલ બદલાવને પગલે આજની યુવતીઓમાં ઇન્ફર્ટિલિટી નો રેશિઓ જે સદીઓ અગાઉ ખુબ ઓછો જોવા મળતો તે સ્ત્રીઓ અને ઇવન પુરુષોમાં પણ વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યો છે.

Doctors raise concerns over new Surrogacy Bill

જેથી સેરોગેસીનું ચલણ પણ વધવા પામ્યું છે. જે માટે બીજા શબ્દોમાં સ્પષ્ટ કહેવામાં આવે કે, જે કામવાળી સ્ત્રીઓના હાથનું પાણી પીવું પણ તેમને પસંદ નથી તેમની કૂખ ભાડે મેળવી તેઓ તેમનાથી બાળકો ઝંખે છે. વિચારો કે , આજની ભારતીય પેઢીની ફક્તને ફક્ત લાઈફ સ્ટાઈલના લીધે જ શું હાલત થઇ છે? અને તેનાથી પણ મોટો તમાચો તો તે છે કે, આગામી પેઢી આ પ્રકારની ટેક્નોલીજીના પગલે આપણને કેવી મળશે? શું તે ટિપિકલ ભારતીયોની જેમ મજબૂત અને સારી ઇમ્યુન સ્સિટમ ધરાવતી હશે? ભારતની આબોહવા, બદલાયેલ વાસી-ફ્રોઝન ખોરાક અને આટલી ગીચતા વચ્ચે ઈઝીલી સામનજસ્ય સાધી શકશે? જો, કે આજની પેઢી ન કેવળ જંક કે ફાસ્ટ ફૂડ બલ્કે વાસી અને ફ્રોઝન ખોરાક પણ તેટલો જ ખાય છે.

18 Traditional Street Drinks That Define Indian Summers!

નારિયેળ પાણી, છાસ, લીંબુ કે લસ્સીના બદલે પેપ્સી, કોક, અને તેનાથી પણ આગળ તો હાર્ડ ડ્રિક્ન્સ લે છે. સિગારેટ યુવતીઓમાં પણ નોર્મલ બની ચુકી છે. કાફેની ભીડમાં 50 % ટેબલ્સ પર યુવતીઓ કસ ખેંચતી નજરે ચડે છે. સ્વતંત્રતા માંથી સ્વસ્છદતા તરફનું આ પ્રયાણ ભારતીય યુવા પેઢીને ક્યાં લઇ જશે તે કહી શકાય તેમ નથી. પરંતુ કોરોના એ તે મુદ્દે લાલ બત્તી ધરી છે કે, ભાઈ ભારતીયોની 2 ટંક તાઝું , સ્વસ્ચ્છ અને સુપાચ્ય સીધું સાદું ખાવાની અને તડકામાં અને ધૂળમાં રહેવાની રહેવાની ટેવના કારણે જ આપણી ઇમ્યુનીટી ઓલરેડી હર્ડ બનાવેલ છે. પરંતુ આપણે અપનાવેલ ફાસ્ટ લાઈફ માં ફાસ્ટ ફૂડની ટેવોને અગર ખાસ તો રોકવામાં નહીં આવે તો .

 

કદાચ ભૂખમરાથી જેટલા લોકો નથી મરતા તેટલા લોકો બર્ગર ખાઈને મારવાવાળા હશે. જેમાં કોઈ શકની ગુંજાઈશ નથી. ક્યાંક ઓબેસિટી મારશે કે જે બેફામ ખાવાથી થાય છે.  તો ક્યાંક ઓબેસિટીથી થતા રોગો આ વાઇરસથી પણ બેફામપણે હુમલો કરશે. અને આ વાત કદાચ અન્ય વિકસિત દેશના લોકોએ આ વાઇરસની 2 કે 3 ઈંનિગ્સ બાદ સારી રીતે સમજી હશે. આપણે જ હવે સમજવાની બાકી છે.