પ્રહાર/ બંધારણ દિવસે PM મોદીએ કોંગ્રેસ સહિત વિપક્ષ પર કર્યો પ્રહાર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. પરિવાર પર નિશાન સાધતા તેમણે કોંગ્રેસને ‘પાર્ટી ફોર ધ ફેમિલી, પાર્ટી બાય ધ ફેમિલી’ ગણાવી

Top Stories India
NARENDRA MODI 5 બંધારણ દિવસે PM મોદીએ કોંગ્રેસ સહિત વિપક્ષ પર કર્યો પ્રહાર...

દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે, પરંતુ આ સમારોહને લઈને પણ રાજકારણ ઓછું નથી થઈ રહ્યું. સંસદના સેન્ટ્રલ હોલમાં, વડાપ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ અને સ્પીકર સુધી આ ભવ્ય દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી, જ્યારે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસે તેનાથી પોતાને દૂર રાખી છે. કોંગ્રેસે કહ્યું છે કે તે પીએમ મોદીના સમયમાં શરૂ થયેલા બંધારણ દિવસની ઉજવણીનો બહિષ્કાર કરી રહી છે.આ બહિષ્કાર મામલે વડાપ્રધાન મોદીએ પલટવાર કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. પરિવાર પર નિશાન સાધતા તેમણે કોંગ્રેસને ‘પાર્ટી ફોર ધ ફેમિલી, પાર્ટી બાય ધ ફેમિલી’ ગણાવી. મોદીએ એવું પણ કહ્યું હતું કે બંધારણના ઘડવૈયાઓએ દેશના હિતને પ્રથમ સ્થાન આપ્યું હતું.

દેશની 14 વિપક્ષી પાર્ટીઓએ બંધારણ દિવસ પરના આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. તેમાં શિવસેના, NCP, સમાજવાદી પાર્ટી, RJD, IUML અને DMK સામેલ છે. કોંગ્રેસ અને તૃણમૂલે પહેલેથી જ આ કાર્યક્રમમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતી. ત્યારબાદ કોંગ્રેસની અપીલ પર બાકી પાર્ટીઓએ પણ કાર્યક્રમમાં સામેલ ન થવાની જાહેરાત કરી હતી.

મોદીએ કહ્યું, ‘ક્યારેક આપણે વિચારીએ છીએ કે જો આપણે બંધારણ બનાવવાની જરૂરત પડી હોત તો શું થયું હોત. આઝાદીની લડાઈ, ભાગલાની ભયાનકતા છતાં દેશનું હિત સૌથી મોટું છે, દરેકના હૃદયમાં બંધારણ ઘડતા સમયે આ જ મંત્ર હતો. વિવિધતાઓથી ભરેલો દેશ, અનેક ભાષાઓ, પંથ અને રાજા-રજવાડા, આ બધુ હોવા છતાં બંધારણના મધ્યમથી દેશને એક બંધનમાં બાંધીને દેશને આગળ લઈ જવો.
આજના સંદર્ભમાં જોઈએ તો કદાચ આપણે બંધારણનું એક પાનું પણ પૂરું કરી શક્યા હોત. કારણ કે, નેશન ફર્સ્ટ પર રાજકારણની એવી અસર સર્જાઈ છે કે રાષ્ટ્રહિતને પાછળ છોડી દીધું છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા વિજ્ઞાન ભવનમાં બંધારણ દિવસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો, તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને અન્ય લોકો સમારોહમાં હાજર રહ્યા છે.

વડાપ્રધાન કાર્યાલયથી મળેલી માહિતી અનુસાર, બંધારણ દિવસના અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદમાં થયેલી ચર્ચાનું ડિજિટલ સંસ્કરણ રજૂ કરશે.આ ઉપરાંત બંધારણની નકલનું ઓનલાઈન વર્ઝન પર પણ જારી કરવામાં આવશે. પીએમઓ કાર્યાલયે જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ સંસદમાં આયોજિત કાર્યક્રમને સંબોધન કરશે.