Not Set/ પાસવાન પરેશાન/ ડુંગળી મામલે કેન્દ્રનો અણઘડ વહિવટ, પ્રજાનાં કરોડો રુપિયા આયાતી ડુંગળી સ્વરુપે સડી રહ્યા છે

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાને કહ્યું કે આયાતી ડુંગળી કેન્દ્ર સરકારના શેરમાં સડી રહી છે અને રાજ્યોએ ડુંગળી લેવાની ના પાડી દીધી છે. પાસવાને કહ્યું કે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 18,000 ટન ડુંગળીની આયાત કરી છે, જેમાંથી ફક્ત 2 હજાર ટન રાજ્યો દ્વારા ખરીદી કરવામાં આવી છે, બાકી ડુંગળી પડેલી […]

Top Stories India
dugari pashwan પાસવાન પરેશાન/ ડુંગળી મામલે કેન્દ્રનો અણઘડ વહિવટ, પ્રજાનાં કરોડો રુપિયા આયાતી ડુંગળી સ્વરુપે સડી રહ્યા છે

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાને કહ્યું કે આયાતી ડુંગળી કેન્દ્ર સરકારના શેરમાં સડી રહી છે અને રાજ્યોએ ડુંગળી લેવાની ના પાડી દીધી છે. પાસવાને કહ્યું કે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 18,000 ટન ડુંગળીની આયાત કરી છે, જેમાંથી ફક્ત 2 હજાર ટન રાજ્યો દ્વારા ખરીદી કરવામાં આવી છે, બાકી ડુંગળી પડેલી છે.

છેલ્લા કેટલાક દિવસોથી દેશના બજારોમાં ડુંગળીની સ્થાનિક આવકમાં વધારો થવાને કારણે ભાવો ઘટ્યા છે, જે પછી આયાતી ડુંગળીની માંગ નબળી પડી છે. વેપારીઓએ કહ્યું કે વિદેશી ડુંગળીનો સ્વાદ ઘરેલું ડુંગળી જેવો નથી, તેથી ગ્રાહકો વિદેશી ડુંગળી ખરીદવા માંગતા નથી. ગયા વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે ડુંગળીનો પાક બગડતા ગયા વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં ડુંગળીના ભાવમાં ભારે વધારો થયો હતો, ત્યારબાદ કેન્દ્ર સરકારે આશરે એક લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો હતો. જેથી વધતી ઉપલબ્ધતા દ્વારા ભાવ નિયંત્રિત કરી શકાય.

સરકારના આદેશ પર, વિદેશી વેપાર કરતી સૌથી મોટી જાહેર ક્ષેત્રની કંપની એમએમટીસીએ લગભગ 40000 ટન ડુંગળીની આયાત કરવાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ વિદેશથી ડુંગળીના આગમનને કારણે કિંમતોમાં નરમાઇ આવી છે, જેના કારણે રાજ્યોએ આયાત ડુંગળીની ખરીદી બંઘ કરી દીધી છે. 

એજન્સી દ્વારા માંગવામાં આવેલી માહિતી આપતાં કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયના સચિવ અવિનાશ શ્રીવાસ્તવે કહ્યું કે અત્યાર સુધીમાં આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળએ કેન્દ્ર સરકાર પાસેથી ડુંગળીની ખરીદી કરી છે.

શ્રીવાસ્તવે જણાવ્યું કે અત્યાર સુધીમાં 18,000 ટન ડુંગળી વિદેશથી આવી છે અને આગામી જાન્યુઆરી 16 સુધીમાં 4,000 ટન ડુંગળી આવશે. આ પછી, 25 જાન્યુઆરીએ 9,000 ટન અને 30 જાન્યુઆરી સુધીમાં 4,000-5,000 ટન ડુંગળી વિદેશથી આવવાની સંભાવના છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં ડુંગળીનો છૂટક ભાવ પ્રતિ કિલો 150 રૂપિયા થઈ ગયો છે, જ્યાં હવે તે પ્રતિ કિલો 40-80 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.