Not Set/ કેએફસી નાં બેઝમેન્ટ નીચે 118 કિલો ડ્રગ્સ સાથે મળી 600 ફૂટની સુરંગ

  અમેરિકાના એરિઝોના વિસ્તારમાં કેફી દ્રવ્યોની સ્મગલિંગ માટે 600 ફૂટ લાંબી સુરંગ બનાવવાની વાત બહાર આવી છે. સ્મગ્લરોએ કેએફસી ની એક જૂની રેસ્ટોરન્ટ નીચે બેસમેન્ટમાં આ સુરંગ બનાવી હતી. આ જ સુરંગના માધ્યમે મેક્સિકોમાં નશીલા પદાર્થોની સ્મગલિંગ કરવામાં આવતી હતી. અમેરિકામાં પ્રતિબંધિત વસ્તુઓની સ્મગલિંગ કરવા માટે સ્મગલરો અવનવી યોજનાઓ બનાવતા હોય છે. તપાસમાં ખબર પડી […]

Top Stories World
382981 32987613 કેએફસી નાં બેઝમેન્ટ નીચે 118 કિલો ડ્રગ્સ સાથે મળી 600 ફૂટની સુરંગ

 

અમેરિકાના એરિઝોના વિસ્તારમાં કેફી દ્રવ્યોની સ્મગલિંગ માટે 600 ફૂટ લાંબી સુરંગ બનાવવાની વાત બહાર આવી છે. સ્મગ્લરોએ કેએફસી ની એક જૂની રેસ્ટોરન્ટ નીચે બેસમેન્ટમાં આ સુરંગ બનાવી હતી. આ જ સુરંગના માધ્યમે મેક્સિકોમાં નશીલા પદાર્થોની સ્મગલિંગ કરવામાં આવતી હતી.

અમેરિકામાં પ્રતિબંધિત વસ્તુઓની સ્મગલિંગ કરવા માટે સ્મગલરો અવનવી યોજનાઓ બનાવતા હોય છે. તપાસમાં ખબર પડી છે કે આ સુરંગ સીમા પાર મેક્સિકોના સૈન લુડસ રિયો કોલારાડોનાં એક વ્યક્તિના ઘરના બેડરૂમમાં ખુલતી હતી. સ્મગલરોએ આ સુરંગના માધ્યમથી સ્મગલિંગ કરતા હતા.

બીબીસીનાં રિપોર્ટ અનુસાર આ સુરંગની જાણ લગભગ અઠવાડિયા પહેલા થઇ હતી. આ બિલ્ડીંગનાં માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓના ગુપ્ત સૂત્રો દ્વારા માહિતી મળી છે કે સંદિગ્ધ ઇવાન્સ લોપેઝની ધરપકડ બાદ નશાનાં આ સ્મગલિંગનાં કાળાં કાંડની ખબર પડી હતી.

આપણે જણાવી દઈએ કે લોપેઝનાં વાહનથી નશીલા પદાર્થોના બે કન્ટેનર મળ્યાં હતા. એટલે કે આ કન્ટેનરમાં લગભગ 118 કિલોગ્રામ કેફી દ્રવ્ય મળ્યાં હતા. આ પદાર્થોની કુલ કિંમત 7 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ બાદ જ આવા હથકંડાઓનો પર્દાફાશ થયો હતો.