વિવાદ/ હત્યા કેસમાં ઓલમ્પિક વિજેતા સુશીલ કુમારની કરાઈ ધરપકડ, સાથીદાર પણ ઝડપાઈ

છેલ્લા કેટલાક દિવસથી હત્યા કેસમાં ફરાર ઓલમ્પિક મેડલ વિજેતા અને પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.  જાણવા મળ્યા મુજબ સ્પેશિયલ સેલે સુશીલના સાથીની પણ ધરપકડ કરી છે.

Top Stories India
A 292 હત્યા કેસમાં ઓલમ્પિક વિજેતા સુશીલ કુમારની કરાઈ ધરપકડ, સાથીદાર પણ ઝડપાઈ

છેલ્લા કેટલાક દિવસથી હત્યા કેસમાં ફરાર ઓલમ્પિક મેડલ વિજેતા અને પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.  જાણવા મળ્યા મુજબ સ્પેશિયલ સેલે સુશીલના સાથીની પણ ધરપકડ કરી છે. સુશીલ કુમાર પર પોલીસે એક લાખનું ઈનામ રાખ્યું હતું. સુશીલ ઉપરાંત અજયની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમે તેની ધરપકડ કરી છે.

દિલ્હી પોલીસે જાણકારી આપી છે ઈન્સ્પેક્ટર શિવકુમાર, ઈન્સ્પેક્ટર કર્મબીર અને એસપી ઉત્તર સિંહની નેતૃત્વ હેઠળની ટીમે તેની દિલ્હીના મુંડકાથી ધરપકડ કરી હતી. આ પહેલા રોહિણી કોર્ટે મંગળવારે સુશીલની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

હત્યા મામલે આરોપી પહેલવાન સુશીલ કુમારની ધરપકડ માટે પોલીસે પંજાબના ભટિંડા, મોહાલી સહિત અનેક રાજ્યોમાં છાપા માર્યા હતા. દિલ્હીમાં અનેક ઠેકાણા પર છાપા મારવામાં આવ્યા હતા તેમ છતાં  તેની કોઈ ભાળ મળી નહોતી.

ઓલમ્પિક વિજેતા પહેલવાન સતત કોઈ ધંધાદારી ગુનેગારની માફક પોલીસને ચકમો આપતો રહ્યો હતો. તે અલગ નંબરો વડે પોતાના અંગત લોકોના સંપર્કમાં રહેતો હતો. દિલ્હી પોલીસની અનેક ટીમ સુશીલ કુમારને શોધી રહી હતી અને આખરે તેની દિલ્હીમાંથી જ ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે સુશીલ કુમાર માટે 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું અને તેના મિત્ર અજય માટે 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. સુશીલ કુમાર પર દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે 23 વર્ષીય પહેલવાન સાગર રાણાની હત્યાનો આરોપ છે.

શું હતો મામલો?

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, 5 મેએ યુવા પહેલવાન સાગર ધનખડની થયેલી હત્યામાં સુશીલ ઉપરાંત તેના સહયોગી અજયે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. હકીકતમાં, મોડલ છત્રસાલ સ્ટેડિયમમાં ફ્લેટ ખાલી કરાવવાને લઈને પહેલવાનોના બે જૂથ વચ્ચે લડાઈ થઈ હતી. જેમાં સુશીલ કુમાર ઉપરાંત અજય, પ્રિન્સ દલાલ, સોનુ, સાગર અને અમિત કુમાર તેમજ અન્ય સામેલ હતા. આ ઝપાઝપી દરમ્યાન બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં પાંચ પહેલવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમાંથી ગંભીર રીતે ઘાયલ યુવા પહેલવાન સાગરનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.

આ મામલે નામ સામે આવ્યા બાદથી જ સુશીલ કુમાર અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. પોલીસ તપાસમાં સુશીલની ગેંગસ્ટર કાલા જઠેડી તેમજ લોરેન્સ વિશ્નોઈ સાથે સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે.
kalmukho str 19 હત્યા કેસમાં ઓલમ્પિક વિજેતા સુશીલ કુમારની કરાઈ ધરપકડ, સાથીદાર પણ ઝડપાઈ