Political/ ગોવાની જનતાને CM કેજરીવાલ કરાવશે તીર્થ સ્થાનોનાં દર્શન, કોંગ્રેસ-ભાજપ પર કર્યા આકરા પ્રહાર

અરવિંદ કેજરીવાલે ગોવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ દિલ્હીની જેમ ગોવાનાં લોકોને પણ તેમના મનપસંદ તીર્થ સ્થાનની યાત્રા કરાવવામાં આવશે.

Top Stories India
CM Kejriwal

અરવિંદ કેજરીવાલ આજે ફરી એકવાર ગોવાનાં પ્રવાસ પર છે, અરવિંદ કેજરીવાલે રવિવારે ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી, કોંકણી ભાષામાં ટ્વીટ કરીને તેમણે લખ્યું હતું કે, આપણા ધાર્મિક અને તીર્થસ્થાનોનું મહત્વ આપણા જીવનમાં રહેવું જોઈએ. જો આપણે આ સ્થળોએ જઈએ તો ભગવાન આપણને આશીર્વાદ આપે છે, આપણને જીવનમાં નવી ઉર્જા અને દિશા મળે છે.

આ પણ વાંચો – Political / પંજાબને મળી દિવાળી ભેટ, CM ચન્નીએ વીજળીનાં દરમાં રાજ્યની જનતાને આપી મોટી રાહત

અરવિંદ કેજરીવાલે ગોવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ દિલ્હીની જેમ ગોવાનાં લોકોને પણ તેમના મનપસંદ તીર્થ સ્થાનની યાત્રા કરાવવામાં આવશે. ગોવામાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે ત્યાંના લોકોને મોટા વચનો આપ્યા છે. CM કેજરીવાલે કહ્યું, “હું આજે ગોવાથી મારા મિત્રોને બીજી ગેરંટી આપવા આવ્યો છું. હું હમણાં જ અયોધ્યા ગયો હતો, ત્યાં રામ મંદિર ગયો હતો, રામ લલ્લાનાં દર્શન કર્યા હતા. તે ખૂબ જ સુંદર હતું, બહાર આવ્યા પછી મારા મગજમાં એક વિચાર આવ્યો કે જે સૌભાગ્ય મને મળ્યુ તે સૌભાગ્ય તમામને મળે, તેથી મેં મનમાં નક્કી કર્યું છે કે અયોધ્યા અને શ્રી રામચંદ્રનાં દર્શન કરવા શક્ય તેટલા લોકોને કરાવીશ.’ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જ્યારે હું થોડા દિવસો પહેલા આવ્યો હતો ત્યારે મેં ગોવાનાં લોકોને રોજગારની બીજી ગેરંટી આપી હતી, આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે અમે ગોવાનાં દરેક પરિવારમાંથી એક બેરોજગાર યુવકને નોકરી અપાવીશું અને જ્યાં સુધી તેને રોજગાર નહીં મળે, ત્યાં સુધી 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું.

આ પણ વાંચો – OMG! / ઓનલાઇન ક્લાસ દરમિયાન પ્રોફેસર હતા બાથરૂમમાં, કેમેરો બંધ કરવાનું ભૂલ્યા અને પછી…

ઉપરાંત દિલ્હીનાં મુખ્યમંત્રીએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતુ. તેમણે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠની રમત ચાલી રહી છે, જેના કારણે તેઓ એકબીજા સામે કોઈ પગલા લેતા નથી. CM કેજરીવાલે વધુમાં કહ્યું કે, બન્ને પક્ષ ભ્રષ્ટાચારમાં સામેલ છે. આ જ કારણ છે કે કોંગ્રેસમાં ભાજપ વિરુદ્ધ બોલવાની હિંમત નથી. તેમને ડર છે કે જો તેઓ ભાજપ વિરુદ્ધ બોલશે તો તેમને જેલમાં ધકેલી દેવામાં આવશે.