લવજેહાદ-હર્ષ સંઘવી/ લવજેહાદના મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના આકરા પ્રહારો

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબીમાં વાહન વ્યવહાર નિગમ દ્વારા બાંધવામાં આવેલા નવીન એસ.ટી. સ્ટેશનનું લોકાર્પણ કરતી વખતે લવજેહાદના મુદ્દે ધડબડાટી બોલાવી હતી.

Top Stories Gujarat
Harsh Sanghvi 1 લવજેહાદના મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના આકરા પ્રહારો

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબીમાં વાહન વ્યવહાર નિગમ દ્વારા Harsh Sanghvi-Lovejehad  બાંધવામાં આવેલા નવીન એસ.ટી. સ્ટેશનનું લોકાર્પણ કરતી વખતે લવજેહાદના મુદ્દે ધડબડાટી બોલાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભળતા નામે પ્રેમ કરીને યુવતીઓને ફસાવનારાઓને છોડવામાં આવશે નહી. હવે જે લોકો આવું કરતાં હોય કે આવું કરવા માંગતા હોય તેવાઓનો કાળ બનીને અને તેમની ભોગ બનનારી યુવતીઓના ભાઈ તરીકે હું અહીં આવ્યો છું. જો કોઈ મોહમ્મદ સલીમ મનીષ કે સુરેશ બનીને ભોળી યુવતીઓને ફસાવશે તો તેમને છોડવામાં આવશે નહીં.

પ્રેમ કરવો હોય તો પૂરી તાકાતથી કરો, હિંમત રાખીને કરો. Harsh Sanghvi-Lovejehad સાચો પરિચય બતાવીને કરો. લવજેહાદ કરનારાઓને ગૃહ રાજ્યમંત્રી છોડશે નહી. તેની સાથે તેમણે કહ્યું હતું કે મેં પોલીસને પણ સૂચના આપી છે કે આ પ્રકારની કોઈપણ અરજી આવે કે ફરિયાદ આવે તો તે જ દિવસે તેની સામે કાર્યવાહી કરવી. આ પ્રકારની બાબતોમાં જરા પણ ઢીલાશ ન કરવી અને તેના કેસો અગ્રતાના ધોરણે ઓન ધ બોર્ડ લેવા.

ઉલ્લેખનીય શાસક પક્ષ ભાજપ કેટલાય સમયથી લવજેહાદની વાત કરી Harsh Sanghvi-Lovejehad રહ્યુ છે અને તેનો મુદ્દો ઉઠાવી રહ્યુ છે. તેમણે કહ્યું હતું કે ફક્ત ગુજરાત જ નહી પણ દરેક રાજ્યમાં આજે આ વાત હકીકત બની ચૂકી છે. તે જુદી વાત છે કે બીજા રાજ્યોમાં આ પ્રકારના પ્રશ્નને ચાદર હેઠળ સંતાડી દેવામાં આવે છે. પણ ગુજરાત આ પ્રકારની બાબતોને ખુલ્લી પાડશે અને તેનો મુકાબલો કરશે.

આ દરમિયાન તેમણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે 5 કરોડ 43 લાખથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી. સ્ટેશનનું લોકાર્પણ કર્યુ હતુ. આમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોરબીના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  મોરબીમાં એસટી બસ સ્ટેશનના લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ લવજેહાદ કરનારાઓ પર વીફર્યા હતા.

પ્રેમના નામને બદનામ કરનારા કાન ખોલીને સાંભળી લેઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી જણાવ્યું કે, ‘જેમના મનમાં Harsh Sanghvi-Lovejehad નાની-મોટી માનવતા બચી હોય તે તમામ લોકો કાન ખોલીને સાંભળી લે, દુનિયાના કોઈ ખુણામાં અને ખાસ કરીને ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. પરંતુ પ્રેમના નામને બદનામ કરનારા કાન ખોલીને સાંભળી લે. કોઈ સલીમ..સુરેશના નામે પ્રેમ કરીને મારી ભોળીભાળી દીકરીને ફસાવશે, તો એ દીકરીના ભાઈ તરીકે હું અહીંયા આવ્યો છું.

 

આ પણ વાંચોઃ CM-Municipality/ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના હેઠળ સીએમની વિવિધ નગરપાલિકાઓના કામો માટે ફાળવણી

આ પણ વાંચોઃ ઇસ્લામાબાદ/ પાકિસ્તાનમાં ‘દાઉદ ઈબ્રાહિમ 2.0’, ડ્રગ્સની દુનિયામાં ગુંજતું નવું નામ, શું તમે ISIના આ નવા ગુનેગારને જાણો છો?

આ પણ વાંચોઃ RRTS કોરિડોર/ મેરઠથી દિલ્હીને જોડનારી રેપિડેક્સ શરૂ થશે, જાણો કેવી હશે રેપિડેક્સ