Not Set/ WHO એ આપી ચેતવણી – નવા વેરિઅન્ટને હળવાશમાં લેવાની ન કરો ભૂલ

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોને કહેર વરસાવવાનું શરૂ કરી દીધુ છે. લગભગ કોઇ દેશ નહી હોય કે જે આ નવા વેરિઅન્ટની ઝપટમાં ન આવ્યો હોય.

Top Stories World
WHO Alert Omicron

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોને કહેર વરસાવવાનું શરૂ કરી દીધુ છે. લગભગ કોઇ દેશ નહી હોય કે જે આ નવા વેરિઅન્ટની ઝપટમાં ન આવ્યો હોય. જો કે આ વેરિઅન્ટને લઇને કહેવાય છે કે, આ વેરિઅન્ટ (Omicron) એટલો ખતરનાક નથી, એટલે કે આ વેરિઅન્ટથી મોત થવાની સંભાવનાઓ ઓછી છે. પરંતુ હવે WHO એ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે, આ વેરિઅન્ટને લોકોએ હળવાશમાં ન લેવો જોઇએ.

આ પણ વાંચો – કોરોનાની અસર / હાઇકોર્ટમાં 45 લોકો આવ્યા કોરોના પોઝિટિવ, HC સહિત રાજ્યની તમામ કોર્ટ ઓનલાઈન કાર્યવાહી કરશે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સલાહ આપી છે કે, કોરોના વેરિઅન્ટ ઓમિક્રોનનાં જોખમને હળવાશમાં ન લો. WHO નાં ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ અધાનમ ગેબ્રેયેસસે કહ્યું છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ કોવિડનાં ડેલ્ટા વેરિઅન્ટ કરતા ઓછું ગંભીર જણાય છે, પરંતુ તેને ‘નબળા કે હળવા’ની શ્રેણીમાં ન મૂકશો. હવે ઓમિક્રોન વેરિઅન્ટ પણ ડેલ્ટા જેવા લોકોને મારી રહ્યું છે. આ સાથે જ હોસ્પિટલમાં દાખલ થવાનાં કેસોની સંખ્યા પણ વધી રહી છે. WHO ચીફ ટેડ્રસ અધાનમે કહ્યું કે નવા વેરિઅન્ટથી રેકોર્ડ સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તે ઘણા દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટને પણ વટાવી ગયું છે અને આરોગ્ય સેવાઓને પણ અસર કરી રહ્યું છે. એક પ્રેસ કોન્ફરન્સમાં, ટેડ્રસે કહ્યું, “ઓમિક્રોન ડેલ્ટા કરતા હળવો દેખાય છે, ખાસ કરીને રસીકરણ કરાયેલા લોકોમાં, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને ગંભીર ન માનવામાં આવે.” તેમણે કહ્યું કે, અગાઉનાં વેરિઅન્ટની જેમ, ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે અને મૃત્યુ પણ થઈ રહ્યા છે. ભારતમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટનાં કારણે બે લોકોનાં મોત થયા છે. ઓડિશાનાં બોલાંગીરમાં ઓમિક્રોનથી 55 વર્ષીય મહિલાનું મોત થયું હતું. અગાઉ, રાજસ્થાનનાં ઉદયપુરમાં એક 73 વર્ષીય વ્યક્તિનું નવા વેરિઅન્ટથી મૃત્યુ થયું હતું. માત્ર છેલ્લા અઠવાડિયામાં જ WHOએ કોરોના સંક્રમણનાં 95 લાખ નવા કેસ નોંધ્યા છે, જે ગયા સપ્તાહની સરખામણીમાં લગભગ 71 ટકા વધુ છે. જો કે, આ કેસો આના કરતા ઘણા વધારે હોઈ શકે છે, કારણ કે આરોગ્ય તંત્ર પર વધતા દબાણને કારણે કેસ મોડેથી નોંધાઈ રહ્યા છે.

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યમાં આગામી દિવસમાં કાતિલ ઠંડીની આગાહી, ઉત્તર ભારતમાં હિમવર્ષાનાં કારણે વધશે ઠંડી

WHO નાં ટેકનિકલ ચીફ મારિયા વેન કેર્ખોવે જણાવ્યું હતું કે, ‘એવુ લાગી રહ્યુ છે કે, ઓમિક્રોન રોગચાળાનાં અંત પહેલા છેલ્લો વેરિઅન્ટ ઓફ કન્સર્ન છે. ઓમિક્રોનનાં ઝડપથી ફેલાતા ખતરા વચ્ચે, કેર્ખોવે લોકોને પોતાને બચાવવાની રીતો અનુસરવા વિનંતી કરી. તેમણે કહ્યું, ‘અમે જે સલાહ આપી રહ્યા છીએ તેનું વધુ સારી રીતે પાલન કરો. આપણે સખત લડાઈ લડવી પડશે. કેર્ખોવે વધુમાં કહ્યું કે, મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે કેટલાક લોકો ફેસ માસ્કને લઈને આટલા બેદરકારી દાખવે છે. તેમણે કહ્યું, ‘આપણે આપણું મોં અને નાક બરાબર ઢાંકવું જોઈએ. માસ્કને નાકની નીચે રાખવાથી ફાયદો થશે નહીં.