Not Set/ ઓનલાઈન શોપિંગ કરીને મંગાવ્યો મોબાઈલ ફોન, બોક્સમાંથી નીકળ્યા ઈંટના ટુકડા

ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં ઓનલાઈન શોપિંગનો અજીબોગરીન કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં એક વ્યક્તિને ઓનલાઈન શોપિંગ મામલે કંપની સામે ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો છે કે તેમણે મોબાઈલ ફોનનો ઓર્ડર આપ્યો હતો પરંતુ તેમને એક પેકેટમાં ફોનને બદલે ઈંટ મળી હતી. પોલીસને આ જાણકારી બુધવારે મળી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે હરસુલ પોલીસ સ્ટેશનમાં મનીષ કલ્યાણકારે જણાવ્યું હતું […]

Top Stories India
online shopping ઓનલાઈન શોપિંગ કરીને મંગાવ્યો મોબાઈલ ફોન, બોક્સમાંથી નીકળ્યા ઈંટના ટુકડા

ઔરંગાબાદ

મહારાષ્ટ્રમાં ઓનલાઈન શોપિંગનો અજીબોગરીન કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં એક વ્યક્તિને ઓનલાઈન શોપિંગ મામલે કંપની સામે ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો છે કે તેમણે મોબાઈલ ફોનનો ઓર્ડર આપ્યો હતો પરંતુ તેમને એક પેકેટમાં ફોનને બદલે ઈંટ મળી હતી. પોલીસને આ જાણકારી બુધવારે મળી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે હરસુલ પોલીસ સ્ટેશનમાં મનીષ કલ્યાણકારે જણાવ્યું હતું કે તેને ૯ ઓક્ટોમ્બરના રોજ શોપિંગ સાઈટ પરથી મોબાઈલ ફોન ખરીદ્યો હતો. આ ફોન માટે તેણે ૯,૧૩૪ રૂપિયા આપ્યા હતા.

ત્યારબાદ તેને મેસેજ મળ્યો હતો કે એક અઠવાડિયામાં જ તેમને ફોનની ડિલીવરી મળી જશે. રવિવારે તેમને વિક્રેતા દ્વારા એક પેકેટ મળ્યું હતું. આ પેકેટ જયારે તેમણે ખોલ્યું તો તેણે જોયું કે તેમાં મોબાઈલ ફોનના બદલે ઈંટના ટુકડા હતા.

આ વાત જયારે તેણે કુરિયર આપનાર ભાઈને કીધી ત્યારે તેણે કીધું કે તનુ કામ માત્ર ડિલીવરી કરવાનું છે પેકેટની અંદર શું હતું તેની તેને  કોઈ જાણ નહતી.

પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

.