Political/ પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનને કહ્યું “ભારત સાથે સંબધો સુધારવા માંગતો હતો પરતું…

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાને કહ્યું કે તેઓ તેમના સાડા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારત સાથે સંબંધો સુધારવા ઈચ્છતા હતા

Top Stories World
IMRAN KHAN

IMRAN KHAN:    પાકિસ્તાન ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ તેમના કાર્યકાળ દરમિયાન ભારત સાથે વણસેલા સંબંધો સુધારવા ઈચ્છતા હતા, પરંતુ ભારતે કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો હતો, જે એક મોટો ‘અવરોધ’ બની ગયો હતો. એટલું જ નહીં,ઈમરાન ખાને કહ્યું કે તત્કાલીન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા ભારત સાથે સારા સંબંધો રાખવા માટે વધુ ઈચ્છુક હતા.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાને કહ્યું કે તેઓ તેમના સાડા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારત સાથે સંબંધો સુધારવા ઈચ્છતા હતા, પરંતુ આરએસએસની વિચારધારા અને જમ્મુના વિશેષ દરજ્જાને નાબૂદ કરવા અને કાશ્મીર મોટો અવરોધ બન્યો. તેમણે કહ્યું કે ભારતના આ પગલા પછી તેમની તત્કાલીન સરકારે મંત્રણાને આગળ વધારવાનો આગ્રહ કર્યો ન હતો. તેમણે કહ્યું કે ‘અમે ઈચ્છીએ છીએ કે ભારત પહેલા પોતાનો નિર્ણય પાછો લે અને શાંતિ મંત્રણા કરે.

એજન્સીના જણાવ્યા અનુસાર ઈમરાન ખાનના કાર્યકાળ દરમિયાન ભારતને લઈને વિદેશ નીતિ કોણ ચલાવી રહ્યું હતું. તે કે જનરલ બાજવા? આ સવાલના જવાબમાં પૂર્વ વડાપ્રધાન ખાને કહ્યું કે હું બોસ હતો. હું વિદેશ નીતિના નિર્ણયો લેતો હતો. પરંતુ જનરલ બાજવા પણ ભારત સાથેના સંબંધો સુધારવા માટે ખૂબ જ ઉત્સાહી હતા.

ઈમરાન ખાને ભારતમાં ચૂંટણી પહેલા કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી જીતે અને કાશ્મીર મુદ્દો ઉકેલે. ઈમરાન ખાને કહ્યું હતું કે હું હજુ પણ માનું છું કે જમણેરી પક્ષના જે નેતા લાંબા સંઘર્ષનો અંત લાવી શકે છે તે નરેન્દ્ર મોદી છે. તેમણે કહ્યું હતું કે હું ઈચ્છું છું કે તેઓ સત્તામાં પાછા ફરે. જો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કાશ્મીર મુદ્દા અને સરહદ પારના આતંકવાદને લઈને ઘણીવાર તણાવપૂર્ણ રહ્યા છે. આને લઈને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.

તેમને પૂછવામાં આવ્યું કે તેમને સત્તા પરથી હટાવવા માટે કોણ જવાબદાર છે, અમેરિકા કે જનરલ બાજવા? આ સવાલના જવાબમાં ઈમરાન ખાને કહ્યું કે મારી સરકારને ઘરે મોકલવા માટે જનરલ બાજવા મુખ્યત્વે જવાબદાર હતા, જ્યારે અમે આર્થિક મોરચે સારું પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓએ જ મારી સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડ્યું હતું. જોકે ખાને અગાઉ યુ.એસ. પર આરોપ લગાવ્યો હતો કે તેને સત્તા પરથી હટાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે, પરંતુ વોશિંગ્ટન દ્વારા આ આરોપને નકારવામાં આવ્યો હતો.

એજન્સી અનુસાર, ઈમરાન ખાને અફઘાન સંઘર્ષને લઈને પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે અત્યારે પાકિસ્તાનમાં એવું કોઈ નથી જે જાણતું હોય કે અફઘાન પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી. પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે સંઘર્ષ સહન કરી શકે નહીં. તેમણે કહ્યું કે આપણા વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ દુનિયાભરમાં ફરવાને બદલે અફઘાનિસ્તાન જવું જોઈએ, કારણ કે તે ખૂબ જ ગંભીર મામલો છે.

Jammu Kashmir/કાશ્મીરમાં સેનાએ 3 આતંકવાદીઓને કર્યા ઠાર, સર્ચ આપરેશન ચાલુ