Not Set/ સરકાર તરફથી પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ, પોલીસે કરી અટકાયત

ગુજરાત, સમગ્ર ભારતમાં ખેડૂતો સરકાર તરફથી પોષણક્ષમ ભાવ ન મળતા ભારે નારાજ છે. ત્યારે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે પણ સરકાર સામે વિરોધ કર્યો. ત્યારે જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ કરાયો હતો. મળતી માહિતી મુજબ રાંધણ ગેસના ભાવવધારા સામે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યો. સુભાષ માર્કેટ વિસ્તારમાં મહિલાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું. રાંધણ ગેસના ભાવવધારાને પાછો ખેંચવાની […]

Top Stories Gujarat Trending Videos
ahmd 12 સરકાર તરફથી પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ, પોલીસે કરી અટકાયત

ગુજરાત,

સમગ્ર ભારતમાં ખેડૂતો સરકાર તરફથી પોષણક્ષમ ભાવ ન મળતા ભારે નારાજ છે. ત્યારે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે પણ સરકાર સામે વિરોધ કર્યો. ત્યારે જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ કરાયો હતો.

મળતી માહિતી મુજબ રાંધણ ગેસના ભાવવધારા સામે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યો. સુભાષ માર્કેટ વિસ્તારમાં મહિલાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું. રાંધણ ગેસના ભાવવધારાને પાછો ખેંચવાની માંગણી કરી હતી.

બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસે રેલી યોજી હતી અને આવેદનપત્ર આપ્યુ હતુ. વર્તમાન સરકાર ખેડૂતો સાથે અન્યાય થવાથી કોંગ્રેસે તેમને સમર્થન આપ્યું છે. ત્યારે આગામી ત્રણ દિવસ સુધી સરકાર વિરોધી કાર્યક્રમ કરવામાં આવશે તેવી પણ માહિતી મળેલ છે.

બનાસકાંઠા સહિત રાજકોટમાં પણ ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે 3 દિવસીય આંદોલન કર્યુ છે. કાર્યકરોએ રસ્તા પર શાકભાજી ફેંકીને વિરોધ પ્રદર્શન કર્યો. ત્યારે પોલીસે વિરોધ કરી રહેલ કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારે રાજકોટ સહિત જુનાગઢમાં પણ ખેડૂતોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. ત્યારે ખેડૂતોએ પીએમ અને સીએમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પોલીસે આંદોલનકારી ખેડૂતોની અટકાયત પણ કરી હતી. સમગ્ર રાજ્યમાં ખેડૂતોએ સરકાર તરફથી પોષણક્ષમ ભાવન મળતા વિરોધ પ્રદર્શન કર્યો.