Not Set/ #DelhiAssemblyElectionResult2020/ પરિણામને લઇને વિપક્ષી પાર્ટીઓએ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા, કહ્યુ- કામ અને વિકાસને મળ્યા વોટ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 નાં ચૂંટણીઓનાં પરિણામો સામે આવી રહ્યા છે. પ્રારંભિક વલણોથી જ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી હોય તેવું લાગી રહ્યુ હતુ. વળી, ભાજપની બેઠકો વધતી હોય તેવું લાગી રહ્યુ હતુ, પરંતુ તે પ્રમાણે થયુ નહી. ત્યારે આ સ્થિતિમાં ભાજપે ચૂંટણીનાં પરિણામો પૂર્વે જ હાર સ્વીકારી લીધી હતી. જો કે આપ નાં […]

Top Stories India
dl1 #DelhiAssemblyElectionResult2020/ પરિણામને લઇને વિપક્ષી પાર્ટીઓએ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા, કહ્યુ- કામ અને વિકાસને મળ્યા વોટ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 નાં ચૂંટણીઓનાં પરિણામો સામે આવી રહ્યા છે. પ્રારંભિક વલણોથી જ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી હોય તેવું લાગી રહ્યુ હતુ. વળી, ભાજપની બેઠકો વધતી હોય તેવું લાગી રહ્યુ હતુ, પરંતુ તે પ્રમાણે થયુ નહી. ત્યારે આ સ્થિતિમાં ભાજપે ચૂંટણીનાં પરિણામો પૂર્વે જ હાર સ્વીકારી લીધી હતી. જો કે આપ નાં કામને લઇને મળેલા વોટ પર અન્ય પાર્ટીઓ તરફથી અરવિંદ કેજરીવાલને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

આરજેડી નેતા અને લાલુ પ્રસાદ યાદવનાં પુત્ર તેજસ્વી યાદવે કહ્યું કે, હું અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ માટે અભિનંદન પાઠવું છું. દિલ્હીનાં લોકોએ જે જનાદેશ આપ્યો છે તેનાથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે કામ અને વિકાસ પર મત મળશે.

પી ચિદમ્બરમે કહ્યું, ‘આપ’ ની જીત થઇ, મૂર્ખ બનાવનારાઓ અને ફેંકવાવાળાઓની હાર થઇ. દિલ્હીનાં લોકો, જે ભારતનાં તમામ ભાગોમાંથી છે, તેઓએ ભાજપનાં ધ્રુવીકરણ, વિભાજનકારી અને જોખમી એજન્ડાને હરાવી દીધા છે. હું દિલ્હીનાં લોકોને સલામ કરું છું જેમણે એવા અન્ય રાજ્યો માટે દાખલો બેસાડ્યો છે જ્યાં 2021 અને 2022 માં ચૂંટણી યોજાશે.

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી અને શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અરવિંદ કેજરીવાલને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, હું અરવિંદ કેજરીવાલ અને દિલ્હીનાં લોકોને અભિનંદન પાઠવુ છું. આ ચૂંટણીમાં, લોકોએ બતાવ્યું કે દેશ ‘જન કી બાત’થી ચાલશે,’મન કી બાત’થી નહીં. બીજેપીએ કેજરીવાલને આતંકવાદી ગણાવ્યા હતા પરંતુ તેમને હરાવી ન શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.