Navratri/ ઈતિહાસમાં પહેલીવાર જાહેરમાં નહી થાય ગરબા

આજથી માની આરાધનાનો મહાઉત્સવ શરૂ થઇ રહ્યો છે. ત્યારે ઈતિહાસમાં પહેલીવાર જાહેરમાં ગરબા થવાનાં નથી. તેને લઇને ગરબે રમતા ભક્તો થોડા માયુશ થયા છે. સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનો કહેર છે.

Top Stories Gujarat Others
a 1 ઈતિહાસમાં પહેલીવાર જાહેરમાં નહી થાય ગરબા

આજથી માની આરાધનાનો મહાઉત્સવ શરૂ થઇ રહ્યો છે. ત્યારે ઈતિહાસમાં પહેલીવાર જાહેરમાં ગરબા થવાનાં નથી. તેને લઇને ગરબે રમતા ભક્તો થોડા માયુશ થયા છે. સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનો કહેર છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખી ગરબાનું જાહેરમાં આયોજન થઇ શકશે નહી. દરમિયાન મંદિરોમાં માત્ર પૂજા-અર્ચના-આરતી થશે.

નવરાત્રીનાં પાવન મહોત્સવમાં જાહેરમાં ખેલૈયાઓ ગરબે ગુમી શકશે નહી. જેને ધ્યાનમાં રાખી રાજ્યમાં અનેક સ્થળે વર્ચ્યુઅલ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યુ છે. જો કે 200 થી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહી. જો કે જાહેર સોસાયટીમાં આરતી માટે મંજૂરી લેવી પડશે નહી. કોરોનામાં સ્થિતિ બેકાબુ ન બને તે માટે મંદિર પ્રશાસને લાઈવ દર્શનની વ્યવસ્થા કરી છે. આપને જણાવી દઇએ કે, મંદિરોમાં માત્ર પૂજા-અર્ચના-આરતી જ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ