survey/ રાજકોટમાં કોરોના વેક્સિનેશન માટે મનપાની ટીમનો ડોર ટુ ડોર સર્વે, 50 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓની નોંધણી

દેશમાં કોરોનાવાયરસનું સંશોધન આખરી તબક્કામાં ચાલી રહ્યું છે, કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં ટૂંક સમયમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

Rajkot Gujarat
godhara 3 રાજકોટમાં કોરોના વેક્સિનેશન માટે મનપાની ટીમનો ડોર ટુ ડોર સર્વે, 50 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓની નોંધણી

દેશમાં કોરોનાવાયરસનું સંશોધન આખરી તબક્કામાં ચાલી રહ્યું છે, કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં ટૂંક સમયમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે 50 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓના નામ, ફોટો આઈડી વગેરેનો ડેટા એકત્ર કરવા માટે સૂચના આપી દીધી છે. જેના પગલે રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા પણ આ કામગીરી આવતીકાલથી શરૂ કરવામાં આવી શકે છે. જેમાં 50 વર્ષથી મોટા અને 50 વર્ષથી નાના કે જેમને ડાયાબિટીસ કે અન્ય રોગ હોય તેમના નામ મોબાઈલ નંબર સહિતના ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે તે સમયે મતદાન મથક માટે ટીમની રચના કરવામાં આવે છે તે રીતે સર્વે માટે પણ ટીમની રચના કરવામાં આવી છે.તેમજ મતદાન મથકના વિસ્તાર મુજબ બુથ પ્રમાણે ડેટા એકત્ર કરવા માટે શિક્ષકો મનપા કર્મચારીઓ અને આરોગ્ય વિભાગની ટીમને જવાબદારી સોંપી દેવામાં આવી છે તેમજ ડોર સર્વેની કામગીરી આવતીકાલથી શરૂ થઈ જાય તે માટે આજે મોડી રાત સુધી મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરી અને ખાસ યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

vadodara / એક જ પરિવારના ત્રણ બાળકોનાં ડૂબી જવાથી મોત, પરિવારમાં છવાયો …

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવા આવેલી વ્યક્તિ માત્ર નામ નોંધણી કરશે તેમજ પરિવારમાં જે વ્યક્તિની ઉંમર 50 વર્ષથી વધુ હોય તેમનો કોઈ પણ એકાદ હાથવગું રાખવું પડશે. મતદાન મથક ટીમની રચના કરવામાં આવી હોવાથી ઘરે આવેલી ટીમને જેટલો સહકાર આપવામાં આવશે તેટલું વેક્સિનેશનની કામગીરી વધારે સરસ રીતે થઇ શકશે.આ માટે જો કોઇ પરિવારમાં 50 વર્ષથી વધુ અને ઓછી ઉંમરની વ્યક્તિ હોય પરંતુ કોઈપણ પ્રકારની ગંભીર બીમારી હોય તો તેમની વિગતો અવશ્ય આપવી તેવું આરોગ્ય અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…