Navsari Incident/ નવસારીમાં આંતરજ્ઞાતિય પ્રેમ લગ્નને મુદ્દે થઈ મોટી બબાલ, મામલો પંહોચ્યો પોલીસ સ્ટેશને

નવસારીમાં આંતરજ્ઞાતિય પ્રેમ લગ્નને મામલે મોટી બબાલ થઈ. આંતરજ્ઞાતિય લગ્નનો મામલો પોલીસ સ્ટેશને પંહોચ્યો.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 03 26T135425.155 નવસારીમાં આંતરજ્ઞાતિય પ્રેમ લગ્નને મુદ્દે થઈ મોટી બબાલ, મામલો પંહોચ્યો પોલીસ સ્ટેશને

નવસારીમાં આંતરજ્ઞાતિય પ્રેમ લગ્નને મામલે મોટી બબાલ થઈ. આંતરજ્ઞાતિય લગ્નનો મામલો પોલીસ સ્ટેશને પંહોચ્યો. પ્રેમ લગ્ન કરેલ યુવક અને યુવતી પોલીસ સ્ટેશન પર હાજર થયા હતા. બંને યુવક-યુવતીની જ્ઞાતિ અલગ હોવાથી ગામના લોકો ઉપરાંત રાજકીય દબાણ પણ આ મામલે જોવા મળ્યું. લોકોએ બંને યુવક-યુવતીને સમજાવવા પ્રયાસ કરવામાં વધુ ઉહાપોહ જોવા મળ્યો.

નવસારીના સરપોર ગામના એક યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેએ નક્કી કર્યા મુજબ પ્રેમ લગ્ન કર્યા. જો કે આ પ્રેમી યુગલની જ્ઞાતિ અલગ-અલગ હતી. આથી આ મામલે પરિવારજનો સહિત ગામનો લોકો પણ તેમના લગ્નથી નાખુશ હતા. લોકોની નારાજગી જોતા પ્રેમી યુગલ પોલીસ સ્ટેશનમાં હાજર થયું. પ્રેમી યુગલે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાથી પોલીસ સ્ટેશનમાં જ મોટી બબાલ થઈ. આતંરધર્મી એવા પ્રેમી યુગલને તેમના લગ્ન તોડવા માટે એક ભાજપ નેતા સમજાવટ માટે ગયા હતા. દરમ્યાન તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલાની અથડામણમાં ભાજપ નેતાને ઇજા પંહોચી હતી. આથી તેમની સુરક્ષા માટે જિલ્લા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો. આંતરજ્ઞાતિય પ્રેમ લગ્નનો મામલે વધુ ઉહાપોહ થતા અથડામણ થતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આંતરજ્ઞાતીય પ્રેમલગ્નમાં રાજકારણીને દખલગીરી થતા મામલો વધુ બિચકયો હતો. જો કે પોલીસે ભાજપ નેતાની સુરક્ષા કરતા હાલ પૂરતો મામલો થાળે પાડ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Gujarat-Heartattack/સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

આ પણ વાંચોઃ Surendranagar/ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત

આ પણ વાંચોઃ cm arvind kejrival/અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર