Not Set/ સરકારે કેન્દ્રીય કર્મચારીઓને DA બાદ TA ની આપી મોટી ભેટ

કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં 1.1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 5% વધારો કરીને મોટી ભેટ આપી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થાથી કર્મચારીઓનાં પગારમાં વધારો કરવાની ભેટ મળી. ડી.એ. બાદ હવે સરકારે કેન્દ્રીય કર્મચારીઓને બીજી ભેટ આપી છે. સરકારે 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા […]

Top Stories Business
80059 77247 70846 rupee pti1 સરકારે કેન્દ્રીય કર્મચારીઓને DA બાદ TA ની આપી મોટી ભેટ

કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં 1.1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 5% વધારો કરીને મોટી ભેટ આપી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થાથી કર્મચારીઓનાં પગારમાં વધારો કરવાની ભેટ મળી. ડી.એ. બાદ હવે સરકારે કેન્દ્રીય કર્મચારીઓને બીજી ભેટ આપી છે. સરકારે 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા (DA) માં વધારો સાથે પગારમાં બીજો વધારો કર્યો છે. ડીએ પછી, કેન્દ્રીય કર્મચારીઓનાં પરિવહન ભથ્થામાં (TA) વધારો થયો છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. સરકારે ડીએમાં 5 ટકાનો વધારો કર્યો હતો. ડી.એ. પછી કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ભેટ મળી છે. આ કર્મચારીઓનાં પગારમાં વાર્ષિક 810 થી લઇને 4320 રૂપિયાનો વધારો થયો છે. સરકારે 7 માં પગાર પંચ અંતર્ગત ટી.એ. માં વધારો કર્યો છે. સાતમા પગારપંચની ભલામણો હેઠળ સરકારે શહેર પ્રમાણે ટી.એ. નક્કી કર્યુ હતુ, જે દર મહિને ઓછામાં ઓછા રૂ.1350 થી લઈને 7200 રૂપિયા સુધીનો છે. નાના શહેરોમાં, આ ટી.એ. ભથ્થું દર મહિને 900 રૂપિયાથી 3600 રૂપિયા સુધીનું નક્કી કરવામાં આવ્યુ છે.

કેન્દ્ર સરકારે ડીએમમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારે હૈદરાબાદ, પટના, દિલ્હી, અમદાવાદ, સુરત, બેંગલુરુ, કોચી, કોઝિકોડ, ઇન્દોર, ગ્રેટર મુંબઇ, નાગપુર, પુણે, જયપુર, ચેન્નાઈ, કોઈમ્બતુર, ગાઝિયાબાદ, લખનઉ, કાનપુર અને કોલકાતા શહેરોને ટી.એ. માટે પસંદ કર્યા છે. ડીએ પછી સરકારે ટીએમાં વધારો કર્યો છે. ટીએ હેઠળ ટાયર 1 શહેરો માટે દર મહિને ટીએ 7200 રૂપિયા નક્કી કરવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.