Not Set/ હજારીગરની ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ, પાણી અને ખાતરનો ખર્ચ થાય છે ઓછો

ખેતરમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરાતા પાણી અને ખાતરનો ખર્ચ ખૂબ ઓછો થાય છે. સાથે જ ટેક્નોલોજીની મદદથી દુનિયાનાં કોઈ પણ ખૂણામાંથી આ સિસ્ટમ ઓપરેટ થઈ શકે છે.

Top Stories Gujarat Others
modi meeting 5 હજારીગરની ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ, પાણી અને ખાતરનો ખર્ચ થાય છે ઓછો

એક તરફ સરકાર ખેડૂતોને પ્રગતિશીલ બનાવવા તેમજ તેઓની આવક બમણી કરવા અનેક પ્રયાસ કરી રહી છે. ત્યારે આણંદ જિલ્લાના ભાટીયેલ ગામના ખેડૂતે ખેતી માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી છે. જેના માધ્યમથી તેઓ વર્ષોથી સારી આવક મેળવી રહ્યા છે. ત્યારે આ ખેડૂત કેવી રીતે કરે છે ખેતી ?  અને કેવી રીતે કરે છે બમણી આવક ?..આવો જોઈએ

  • આ પદ્ધતિથી ખેડૂતને થાય છે બમણી આવક
  • ભારત અને રાજ્ય સરકારમાંથી મેળવ્યા 5 એવોર્ડ

આણંદ જિલ્લાના ભાટીયેલ ગામના રહેવાસી વિજયભાઈ પટેલ છેલ્લા 13 વર્ષથી વૈજ્ઞાનિક પદ્ધતિથી હજારીગરની ખેતી કરે છે. અને હજારીગરની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે. સામાન્ય રીતે દેશમાં સમય અંતરે શરૂ થતી તહેવારો અને લગ્નપ્રસંગની સિઝનમાં વિજયભાઈ માટે હજારીગર આવકનો સર્વોત્તમ સ્ત્રોત બની રહે છે. તહેવારોના કારણે સુશોભનમાં વપરાતા ફૂલોની માગમાં સતત વધારો થતો રહે છે. જેને લઈ ચરોતરના આ ખેડૂત પારંપારિક કેળા, તમાકુ, બટાકા જેવી ખેતી કરતા ખેડૂતોની સરખામણીએ બમણી આવક મેળવી રહ્યા છે.

hajarigal હજારીગરની ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ, પાણી અને ખાતરનો ખર્ચ થાય છે ઓછો

ખેતરમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરાતા પાણી અને ખાતરનો ખર્ચ ખૂબ ઓછો થાય છે. સાથે જ ટેક્નોલોજીની મદદથી દુનિયાનાં કોઈ પણ ખૂણામાંથી આ સિસ્ટમ ઓપરેટ થઈ શકે છે. જેના પગલે સમયનો પણ બગાડ થતો નથી. બીજી તરફ આ ફૂલોની ઔષધી તરીકે દવામાં અને અત્તર બનાવતી કંપનીઓમાં પણ ખૂબ માગ રહે છે. વિજયભાઈ તેમના ચૌદ વીઘા જેટલી જમીનમાં હજારીગરની ખેતી કરી 70થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. સાથે જ ચોમાસાની સિઝનમાં બાગાયતી પાક જેવા કે સીમલા મરચા, બટાકા વગેરે કરી એક જ જમીનમાંથી બે પાકની આવક મેળવે છે.

hajarigal 1 હજારીગરની ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ, પાણી અને ખાતરનો ખર્ચ થાય છે ઓછો

મહત્વનું છે કે વિજયભાઈ વૈજ્ઞાનિક પદ્ધતિ થકી ખેતી કરી ભારત સરકાર તથા રાજ્ય સરકારમાંથી પાંચથી વધુ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. વિજયભાઈના ખેતરે ઘણા ખેડૂતો તેમના દ્વારા વિકસાવવામાં આવેલી આ પદ્ધતિને સમજવા માટે આવતા હોય છે. ત્યારે વિજયભાઈ પણ તેમને આવકાર આપી નવતર અભિગમ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિ થકી કેવી રીતે વધુ આવક મેળવી શકાય તે વિષે માહિતગાર કરે છે અને બીજી પેઢી ને પણ તૈયાર કરી રહ્યા છે.

National / ઇમર્જન્સી બેઠકમાં PM મોદીની તાકીદ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવા અંગે પુનઃવિચાર જરૂરી 

Sports / ICCએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર 2021 તાત્કાલિક અસરથી કર્યો રદ

Business / વિદેશમાં ખુલ્લેઆમ વેચાતા ભાંગ અને ગાંજા ઉપર ભારતમાં કેમ પ્રતિબંધ મૂકવો પડ્યો ?

Business / કોવિડ વેક્સીન કંપનીઓ પ્રતિ સેકન્ડ કમાઈ રહી છે આટલા રૂપિયા….