#Delhi_Capitals/ નેતાજી જેલમાં તો મેડમે સંભાળ્યો મોરચો

ચાર નેતાઓની પત્નીઓ પહોંચી રામલીલા મેદાનમાં

Top Stories India
Beginners guide to 2024 03 31T160555.582 નેતાજી જેલમાં તો મેડમે સંભાળ્યો મોરચો

 

Delhi News : લોકસભા ટૂંટણી પહેલા રેલીને ભાજપ વિરૂધ્ધ વિપક્ષનું પ્રદર્શન પણ માનવામાં આવી રહ્યું છે. જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ડી, ટીએમસી અને જેએમએમ સહિત અંદાજે 28 પાર્ટીઓના નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ વિરૂધ્ધ ઈન્ડીયા ગઠબંધન રામલીલા મેદાનમાં પોતાની પહેલી રેલી કરી રહ્યું છે. આ રેલીમાં નેતાઓની પત્નીઓ મોરચો સંભાળી રહી છે, તેમના પતિ હાલમાં જેલમાં છે.

હાલમાં આપના ત્રણ મોટા નેતા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન જેલમાં છે. તેવામાં તેમની પત્ની આ રેલીમાં ભાગ લઈ રહી છે. કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, સંજય સિંહની પત્ની અનિતા સિંહ અને સત્યેન્દ્ર જૈનની પત્ની કિરણ દિલ્હીના રામલીલા મેદાનમાં પહોંચી ગયા છે. સોરેનની પત્ની કલ્પના સોરેન પણ રામલીલા મેદાન પહોંચી છે. તેમણે કહ્યું કે અમે અમારા દેશના લોકતંત્રને બચાવવા માટે ઈન્ડીયા અલાયન્સની પાર્ટીઓ અહીં એકઠી થઈ છે. તેના માધ્યમથી અમે દેશના લોકો અને આજે અહીં એકઠા થયેલા લોકોને જણાવવા માંગીએ છીએ કે લડાઈ માટે રોડ પર આવવું પડશે.રામલીલા પહોંચેલી કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ મંચ પરથી પતિનો સંદેશ પણ વાંચશે.

કેજરીવાલ અને સોરેનની ધરપકડ સિવાય વિપક્ષની આ મહારેલીમાં કોગ્રેસના બેન્ક ખાતા સીઝ કરવા જેવા મુદ્દા ઉઠાવવામાં આવશે. દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત ઈન્ડીયા ગઠબંધનની રેલીને ધ્યાનમાં લઈને રામલીલા મેદાનના દરેક દરવાજા પર તપાસની વ્યવસ્થા સાથે આસપાસના વિસ્તારમાં અર્ધસૈનિક દળોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો:ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો

આ પણ વાંચો:કેજરીવાલ બાદ દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોત પર કાર્યવાહી, ED ઓફિસમાં 5 કલાક સુધી સવાલ-જવાબ

આ પણ વાંચો:ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, રાજનાથ સિંહના નેતૃત્વમાં સમિતિની રચના